Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જુદી-જુદી કંપનીઓ હિલ સ્ટેશનની હવા હોટલમાં વેંચી રહી છેઃ રૂપિયા ૧૪૯૯- રૂપિયા.૧૯૯૯નો ભાવ

નવી દિલ્હીઃ દિલ્હીની જેમ જો તમારા શહેરમાં પણ પ્રદૂષણ વધી ગયું હોય અને તમને ધૂમાડાથી ભરેલી હવા લેવામાં ગભરામણ થતી હોય તો તમે પહેલીવાર વિચાર કરશો કે ચાલો હિલસ્ટેશન ફરી આવીએ પણ દર વખતે ફરવા જવું શક્ય નથી. જોકે તેના માટે હવે તમારી પાસે એક નવો ઓપ્શન પણ છે. કેટલીક દેશી અને વિદેશી કંપનીઓ હવે આ હિલસ્ટેશનની ફ્રેશ હવાઓને કન્ટેનરમાં ભરીને વેચી રહી છે. આ હવા લીટરના હિસાબે મળે છે. જે કંપ્રેસ્ડ રૂપે હોય છે. હાલ તો આ ફક્ત ઓનલાઇન જ મળી રહ્યા છે પણ ટૂંક જ રીટેલ માર્કેટમાં પણ આ પ્રોડક્ટ જોવા મલી શકે છે.

ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ આ મુશ્કેલીમાં વ્યવસાયની તક શોધી છે. કંપની બે સાઇઝમાં આવી ફ્રેશ એરની બોટલ લઈને આવી છે. જેમાં 7.5 લીટરની બોટલ 1499 રૂપિયામાં અને 15 લીટરની બોટલ 1999 રૂપિયામાં વેચાઈ રહી છે. કંપની સાથે સંપર્ક કરવામાં આવ્યો જણાવાયું કે હાલ કંપની ફક્ત ઓનલાઇન ઓર્ડર પર ધ્યાન આપી રહી છે. આ જ રીતે એક ભારતીય કંપનીએ પણ ઉત્તરાખંડના પર્વતોની નેચરલ હવાઓ બોટલમાં ભરીને વેચવાની શરૂઆત કરી છે. તેની 10 લીટરની બોટલના 550 રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે. જેમાંથી 160 વાર હવા લેવામાં આવી શકે છે.

ફ્રેશ હવાની બોટલ સાથે એક પંપ આપવામાં આવે છે. જેને માસ્કની જેમ પહેરીને મોઢા પર પહેરી બોટલમાં આપવામાં આવેલ બટન પ્રેસ કરતા અંદર ભારે દબાણ સાથે બંધ કરવામાં આવેલ હવા શરીરમાં લઈ શકાય છે.

(4:30 pm IST)