Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને બાળકોના પ્રિય 'ચાચા નેહરૂ'નો આજે જન્મદિવસ

ઉપરોકત તસ્વીરમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની જન્મજયંતિએ તેમના દિલ્હી સ્થિત સમાધી સ્થળ શાંતિ વિલા ખાતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન અને બાળકોના પ્રિય એવા ''ચાચા નેહરૂ''નો આજે જન્મદિવસ છે. ૧૪ નવેમ્બરે તેમના જન્મદિવસને ''બાળદિન'' તરીકે ઉજવવામાં આવે છે.

ચાચા નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ઘ બેરિસ્ટર મોતીલાલ નેહરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે ઉત્ત્।રપ્રદેશ રાજયમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નેહરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મ ણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- વિજયાલક્ષ્મી અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીત ભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દી, સંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું.

પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને ઈંગ્લેન્ડના હેરોમાં મોકલ્યા.  શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૦૭માં નેહરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટેટ્રિનિટી કોેલેજમાં ગયા. પોતાની કેમ્બ્રીજની આ ટ્રાઈપોસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્ત્।ીર્ણ થયા અને ૧૯૧૦માં સ્નાતક થયા. યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્ત્િ।ઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઓકટોબર ૧૯૧૦માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. ૧૯૧૨માં નેહરૂજીએ પોતાની અંતિમ પરીક્ષા ઉત્ત્।ીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કોંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા. નેહરૂએ ઉત્ત્।રોત્ત્।ર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત્। તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી (૧૯૩૪), પોતાની આત્મકથા (૧૯૩૬), અને ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા (૧૯૪૬) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્ત્।મ લેખક તરીકેની નામના પણ રળી આપી. ૧૯૨૯માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી ૧૯૩૬, ૧૯૩૭, અને છેલ્લે ૧૯૪૬માં તેઓ કોંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૪૬માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.

ફેબ્રુઆરી ૮, ૧૯૧૬માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મ ણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી ઈન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા હતાં. કમલા નેહરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ ૧૯૩૬માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું.

બ્રિટિશ કેબિનેટ મિશન સત્ત્।ા સોંપવા માટેના પોતાનો પ્રસ્તાવ લઈને આવી પહોંચી હોવાથી નેહરુ અને તેમના સાથીઓને છોડવામાં આવ્યા હતા.

એકવાર ચૂંટાયા પછી, નેહરુએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને રાજકીય અવ્યવસ્થા તથા મહોમ્મદ અલી જિન્નાહની આગેવાનીમાં અલગ મુસ્લિમરાષ્ટ્ર, પાકિસ્તાનની માગણી માટે વિરોધી દેખાવો કરતા મુસ્લિમ લીગને પરિણામે એ સરકાર પડી ભાંગી. મિશ્ર સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો બાદ, નેહરુએ અનિચ્છાએ બ્રિટિશરોએ ૩ જૂન ૧૯૪૭ના બહાર પાડેલા આયોજન અનુસાર ભારતના ભાગલાને સમર્થન આપ્યું. તેમણે ૧૫ ઓગસ્ટના ભારતના વડાપ્રધાન કચેરીનો હવાલો સંભાળયો અને અ ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું.

રાષ્ટ્ર સ્તરે આયોજન અને નિયંત્રણ હોય તે પ્રકારનું સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરીને નેહરુએ પોતાનો શાસનકાળ શરૂ કર્યો. ભારતીય આયોજન આયોગની રચના કરીને ૧૯૫૧માં નેહરૂએ પહેલી પંચ-વર્ષીય યોજનાની રૂપરેખા આપી, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રમાં સરકારનું રોકાણ તેમાં દર્શાવાયું હતું. નેહરુએ વધતા વેપાર અને આવક વેરા સહિતના એવા મિશ્ર અર્થતંત્રની કલ્પના કરી હતી કે જેમાં ખાણકામ, વીજળી અને અન્ય મોટા ઉદ્યોગો જેવા વ્યૂહાત્મક ઉદ્યોગોનું વ્યવસ્થાપન સરકારના હાથમાં રહે, જેથી પ્રજાનું હિત સચવાય અને સાથે સાથે ખાનગી ઉદ્યોગસાહસો ખીલે છતાં નિયંત્રણમાં રહે. નેહરુએજમીનના ફેરવિતરણનો મુદ્દો પકડી રાખ્યો અને સિંચાઈ નહેરો, બંધ બાંધવા માટેના કાર્યક્રમો તેમ જ કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો ઉપયોગ વધારવા અંગેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. જુદી જુદી જાતનાગૃહઉદ્યોગો વિકસે તથા તેથી ગ્રામ્ય ભારતમાં કાર્યક્ષમતા વધે તે હેતુથી તેમણે શ્રેણીબદ્ઘકમ્યુનિટી વિકાસ કાર્યક્રમોનો પણ પાયો નાખ્યો હતો. નદી પર મોટા બંધોના બાંધકામને (આ મોટા બંધોને નેહરુ ભારતનાં નવાં મંદિરો કહેતા), સિંચાઈ યોજનાઓને અને જળવિદ્યુત પેદા કરવાના કામને પ્રોત્સાહન આપતી વખતે નેહરુએ ભારતના અણુશકિત અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા.

ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ નેહરૂએ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટેકનોલોજી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. નેહરુએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ઘતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે, નેહરૂએ સામુદાયિક ગ્રામ પ્રવેશ-નોંધણી કાર્યક્રમો અને હજારો શાળાઓના બાંધકામના કાર્ય પર દેખરેખ રાખી. અપોષણની સમસ્યા હલ કરવા માટે નેહરુએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તેવી તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી.

૧૯૫૭ની ચૂંટણીઓમાં નેહરુએ કોંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી. ૧૯૫૯માં કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે સગાંવાદના આક્ષેપો/ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો , જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને રાજવંશવાદનું ચિહ્ન ગણતા હતા; તેમના શબ્દો, એ ખરેખર સંપૂર્ણ રીતે બિનલોકશાહી અને અનિચ્છનીય બાબત હતી, વધુમાં તેમણે તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં; જેમાં નેહરુએ કોંગ્રેસની કાર્યકારી સમિતિ પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં કેરળ રાજયની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો. ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરૂ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને દુભાયા પણ હતા.

૧૯૬૩માં નેહરૂનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. ૧૯૬૪ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક અને પાછળથી હૃદયરોગનો હુમલો આવ્યા હતા. ૨૭ મે ૧૯૬૪ના વહેલી સવારે તેમનું અવસાન થયું.

તેમના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવાય છે

પંડિત જવાહર લાલ નેહરૂનો જન્મ ૧૪ નવેમ્બરે થયો હતો. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુના જન્મદિવસની ઉજવણી દેશભરમાં બાળદિવસ તરીકે થાય છે. પંડિત નહેરુને બાળકો પ્રિય હતા અને બાળકો પણ તેમને 'ચાચા નહેરુ' ઉપનામથી સંબોધિત કરતા. પંડિત નહેરૂ કહેતા કે બાળકો જ દેશનું ભવિષ્ય છે તેથી તેમને પ્રેમ આપવો અને તેમની સંભાળ કરવી જરૂરી છે. બાળદિવસની ઉજવણીના ભાગરુપે શાળામાં પણ અનેક રંગારંગ કાર્યક્રમો રાખવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન આ દિવસે કરવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી થાય છે. ૨૭ મે ૧૯૬૪ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યે તેમનો પ્રેમ જોયા પછી સર્વસમ્મતિથી નિર્ણય કરવામાં આવ્યો કે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે.

બાળ દિવસની ઉજવણી દેશમાં ૧૯૨૫થી થવા લાગી હતી. પરંતુ યૂએનએ ૨૦ નવેમ્બર ૧૯૫૪ના રોજ બાળ દિવસની ઘોષણા કરી હતી. અલગ અલગ દેશોમાં બાળ દિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં ૧૪ નવેમ્બરે જ બાળ દિવસ વર્ષોથી ઉજવાય છે.

(3:38 pm IST)