Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૯૫ વર્ષના દાદાને ડોકટરો એ મૃત ઘોષિત કર્યા, જોકે અંતિમ સ્નાન કરાવતી વખતે જીવતા થઇ ગયા

જયપુર તા ૧૪ : રાજસ્થાનના ભકતાવાલાકી ધાની નામના ગામમાં શનિવારે બપોરે બુધારામ નામના ૯૫ વર્ષના દાદા બેભાન થઇને પડી ગયા. તેમને છાતીમાં ખુબ દુખાવો થતો હતો અને એની ફરીયાદ કરતાં કરતાં જ તેઓ બેભાન થઇ ગયા. તરત જ પરિવારજનોએ એક ડોકટરને ઘરે બોલાવ્યા. ડોકટરે દાદાનું શરીર તપાસીને કહી દીધું કે દાદા હવે નથી રહ્યા. દાદાના તમામ રિલેટીવ્સને બોલાવી લેવામાં આવ્યાં. ગણત્રીના કલાકોમાં બધા આવી પહોંચ્યા. વિધીસર અંતિક્રિયા કરવા માટે બધી જ તૈયારી થઇ ચૂકી હતી. શરીને ઘરમાંથી વિદાય આપતા પહેલા મૃતદેહશને નવડાવવાની ક્રિયા કરવા લઇ જવાયો ત્યારે બધા ડાઘુઓ ડરી ગયા દાદાના શ્વાસ તો ચાલી રહ્યા હતા. થોડી જ -વારમાં જાણે કશું બન્યું જ નથી એમ આંખો ચોળીને પથારીમાં બેઠા થઇ ગયા. દાદા મરીને પાછા જીવતા થયા એ ચમત્કાર માટે લોકો દાદાનેઘેરી વળ્યા. જોકે બુધારામ દાદાનું કહેવું હતું કે તેમની સાથે કોઇ ચમત્કાર નથી થયો. છાતીમાં દુંખતું હોવાથી તેઓ જસ્ટ ઊંધી ગયેલા. ડોકટરની તપાસ અને બધા સબંધીઓની રોકકળ તેમણે સાંભળીજ નહોતી.

(2:46 pm IST)