Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ZEEનો ૫૦ ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં મુકેશ અંબાણી?

મીડિયા ક્ષેત્રે મોટો સોદો પડશે?

નવી દિલ્હી તા. ૧૪ : ડિઝનીએ 21st સેન્ચુરી ફોકસને એકવાયર કરી ત્યાર બાદ હવે ભારતમાં પણ મીડિયાની મોટી ડીલ થવા જઈ રહી છે. ઝી એન્ટરટેનમેન્ટે મંગળવારે જણાવ્યું કે સુભાષ ચંદ્રાના નેતૃત્વમાં તેમના પ્રમોટર્સ કંપનીમાં પોતાની ઈકિવટીના ૫૦ ટકા સ્ટ્રેટેજિક પાર્ટનરને વેચવાની યોજના બનાવી રહ્યા છે.

પ્રમોટર્સ આ હિસ્સો વેચવાથી જે મૂડી મળે તેનો ઉપયોગ નવી ટેકનોલોજીનો વિકાસ કરવામાં વાપરવા માંગે છે. ઝી કંપની નવી ટેકનોલોજી આધારિત મીડિયા કંપનીમાં પરિવર્તિત થવા માંગે છે. ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડે જણાવ્યું કે તેના પ્રમોટર્સે ૫૦ ટકા ઈકિવટીનો હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ચંદ્રાએ દિવાળી બાદ મુંબઈમાં એક બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો.

ઝી એન્ટરટેનમેન્ટ ચંદ્રાનો હિસ્સો ૪૧.૬ ટકા છે. કંપનીની માર્કેટ વેલ્યુ ૪૨,૦૮૮ કરોડ છે. ૨૦૧૭-૧૮માં કંપનીની રેવન્યુ ૭૧૨૬ કરોડ અને પ્રોફિટ ૧૪૭૮ કરોડ રૂપિયા હતા. ઝી ગૃપ પાસે ૭ લિસ્ટેડ અને બીજી અનેક અનલિસ્ટેડ કંપનીઓ છે. ઝીમાં ખરીદદારોમાં અનેક નામની ચર્ચા છે પરંતુ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ સૌથી ટોચ પર છે.

(2:34 pm IST)