Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પંજાબ- જમ્મુ સરહદે ઇનોવા કાર પડાવી ચારશંકાસ્પદ ફરાર :પોલીસ-સુરક્ષા એજન્સી સતર્ક

સિલ્વર કલરની ઇનોવા લઈને પઠાનકોટ રસ્તે ભાગ્યા

નવી દિલ્હી : પંજાબ જમ્મુ સરહદેથી ચાર શખ્સોએ ભાડે કરેલી એક ઇનોવા કાર લઇ ફરાર થઇ ગયા છે. સિલ્વર કલરની કાર સાથે ફરાર થયેલા શખ્સોની હાલત શંકાસ્પદ હોવાની વાત સામે આવતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને શખ્સોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

પંજાબ જમ્મુ માઘોપુર સરહદે ચાર શંકાસ્પદ શખ્સો દેખાયા હતા. JK 02AW 0922 નંબરની ઇનોવા કાર ભાડે કરી શખ્સો પઠાણકોટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં શખ્સોને કાર પડાવી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. કહેવાય છે કે, શખ્સો પઠાણકોટના રસ્તે આગળ ભાગ્યા છે. જે કાર લઇ શંકાસ્પદો ફરાર થયા છે સિલ્વર રંગની છે.

(2:04 pm IST)