Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

લંડન ખાતે (બીએપીએસ) સ્‍વામીનારાયણ મંદિર ખાતે નવા વર્ષ નિમિતે અન્નકોટના દર્શન યોજાયા

૧૧૦૦ વાનગીઓના પ્રસાદના ભવ્‍ય દર્શન

ધોરાજી, તા. ૧૪ :. લંડન ખાતે આવેલ બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિર ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે મંદિરને ભવ્‍ય રોશનીથી શણગારવામાં આવેલ અને રંગબેરંગી લાઈટોનું આકર્ષણ જમાવેલ હતું અને લંડન મહિલા મંડળ દ્વારા આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવેલ. આ તકે લંડનવાસીઓએ પણ આ ભવ્‍ય રંગોળીઓ અને અન્‍નકોટના દર્શનનો લાભ લીધો હતો. આ તકે ભારતીયો સહિત લંડનના નાગરીકોએ પણ કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

આ તકે લંડનના મેયર સકીકખાન અને બીએપીએસ સંસ્‍થાના સદગુરૂ સ્‍વામી પૂજય શ્રી ત્‍યાગવલ્લભ સ્‍વામીએ લંડનના મેયર સકીકખાન સહિતનું ભવ્‍ય સન્‍માન કરેલ અને દર્શનનો લાભ લીધેલ. આ તકે ભારતીય સમુદાયના લોકોએ જણાવેલ કે અહીં લંડન ખાતે સ્‍વામીનારાયણ ભગવાનના દર્શનાર્થે લંડનના મેયર સકીકખાન સાહેબ પધારી સમગ્ર વિશ્વને કોમી એકતાના અને ભાઈચારાનો સંદેશ આપેલ અને હજારોની સંખ્‍યામાં ભારતીયો સહિતના લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

(12:53 pm IST)