Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સાવરકરના પૌત્રએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે નોંધાવી પોલીસ ફરિયાદ

રાહુલે દાદા વિરુદ્ધ ખોટું નિવેદન આપવા બાબતે રણજિત સાવરકરે ફરિયાદ કરી

મુંબઈ :સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કથિત રીતે પોતાના દાદા વિરુદ્ધ ખોટું નિવેદન આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે

 . મુંબઈમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રણજિત સાવરકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં દાવો કર્યો હતો કે વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજો પાસે માંફી માંગી અને જેલથી આઝાદ થયા પછી તેમને બ્રિટિશ સરકારને પત્ર પણ લખ્યો હતો

(12:27 pm IST)