Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

નેહરૂના કારણે જ એક ચા વાળો વડાપ્રધાન બની શકયો : શશિ થરૂર

નેહરૂ પણ લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે થરૂરે નેહરૂ પર સતત સવાલ ઉઠાવતી બીજેપીને ટોણો માર્યો

નવી દિલ્હી તા. ૧૪ : કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. થરૂરના આ નિવેદન પર વિવાદ થઈ શખે છે. નેહરૂ પર લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે થરૂરે નેહરૂ પર સતત સવાલ ઉઠાવતી બીજેપીને ટોણો માર્યો અને કહ્યું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના કારણે જ આજે એક ચા વાળો વડાપ્રધાન બની શકયો છે.

શશિ થરૂરે કહ્યું કે, નેહરૂજીએ દેશની સંસ્થાઓને આ પ્રકારે આકાર આપ્યો હોવાથી આમ આદમી પણ વડાપ્રધાનની ખુરશી પર બેસવાના સપનાં જોઈ શકે છે. જેના કારણે આજે એક ચા વાળો વડાપ્રધાન બની શકયો છે.

પુસ્તક વિમોચનમાં હાજર રહેલા સોનિયા ગાંધીએ આડકતરી રીતે મોદી સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, નેહરૂના ચાર મૂલ્યો સૌથી મહત્વના હતા. જેમાં લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને ગુટનિરપેક્ષતાનો સમાવેશ થાય છે. આજે આ મૂલ્યો પર ખતરો છે. સોનિયા ગાંધીએ નેહરૂને યાદ કરીને જણાવ્યું કે, આજે આપણા જીવનમાં નેહરૂનો મોટો પ્રભાવ છે.

આ પહેલા પણ કોંગ્રેસ નેતા શશિ થરૂર તેમના નિવેદનોના કારણે વિવાદમાં આવી ચુકયો છે. તેમણે મોદીને સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો ગણાવ્યા હતા. એટલું જ નહીં ન્ય એક કાર્યક્રમાં થરૂરે મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા વિંછી સાથે કરી હતી. શશિ થરૂરે એમ પણ કહ્યું હતું કે, મોદી એક વ્યકિતની સરકાર છે અને દરેક તેના ઈશારે નાચી રહ્યા છે.

 

(11:20 am IST)