Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજસ્થાન ભાજપમાં બળવો :ટિકિટ કપાતા ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં ફગાવ્યા :ત્રણ મંત્રી પણ પાર્ટી છોડવાની તૈયારીમાં !

5 વખતના ધારાસભ્ય રહી ચુકેલા સુરેન્દ્ર ગોયલે અપક્ષ ચૂંટણી લડવા એલાન કર્યું

જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની પહેલી યાદી જાહેર થતા પાર્ટીમાં રાજીનામાનો દોર શરુ થયો છે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા બળવો થયો છે રાજ્ય સરકારમાં મંત્રી સુરેન્દ્ર ગોયલે રાજસ્થાન એકમ અધ્યક્ષ મદનલાલ સૈનીને રાજીનામું મોકલ્યું છે ગોયલે રાજીનામામાં જણાવ્યું કે, તેઓ ભાજપની પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છે. તેઓ ભાજપથી પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 

  તેમણે કહ્યું કે, તેઓ આગામી ચૂંટણીમાં જયતરણ સીટથી અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરશે. નાગૌરના ધારાસભ્ય હબીબપુર રહેમાને પણ પાર્ટી છોડી દીધી છે. તેઓ કોંગ્રેસનો હિસ્સો બની શકે છે. ભાજપના પૂર્વ મહાસચિવ કુલદીપ ધનકડે સોમવારે ચૂંટણીમાંઉપેક્ષીત કરવામાં આવ્યા બાદ પાર્ટી છોડી દીધી. તેમના અનુસાર તેઓ વિરાટ નગરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.

સ્વાસ્થય મંત્રી કાલી ચરણ સરાફ, પરિવહન મંત્રી યૂનુસ ખાન અને ઉદ્યોગ મંત્રી રાજપાલ સિંહ શેખાવતનું નામ પણ ઉમેદવારોની યાદીમાં નથી અને આશંકા છે કે તેઓ પણ ભાજપ સાથે છેડો ફાડી શકે છે. બીજી તરફ ભાજપનાં રાજસ્થાન ચૂંટણી પ્રભારી અવિનાશ રાય ખન્નાએ આઇએએનએસને જણાવ્યું કે, મતભેદને સમાપ્ત કરવા માટે જે થઇ શકે છે પાર્ટી કરશે

(12:00 am IST)