Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વ્યક્તિગત દુર્વ્યવ્હારના આરોપ બાદ ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલનું રાજીનામુ

વોલમાર્ટના અધિગ્રહણના છ મહિનામાં ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલ બાદ બિન્ની બંસલનું પણ રાજીનામુ

નવી દિલ્હી :દેશની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામુ આપ્યું છે. તેમનો નિર્ણય ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી એક સ્વતંત્ર તપાસ બાદ આવ્યો છે. તેમના પર વ્યક્તિગત દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. જેની તપાસ ચાલી રહી હતી. કંપનીના વોલમાર્ટ તરફથી અધિગ્રહણ કરાયાના 6 મહિના બાદ આ આશ્ચર્યજનક ઘટનાક્રમ જોવા મળ્યો. બિન્ની બંસલે તેમના મિત્ર સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. પરંતુ સચિને કંપની વેચાઈ તે સમયે જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. એ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિન્ની બંસલ રાજીનામા બાદ કંપનીના બોર્ડમાં ચાલુ રહેશે કે નહીં

(12:00 am IST)