Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાનની સ્નાઈપર્સે કર્યુ ફાયરિંગ,:પૂંછમાં વધુ એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સ્નાઈપર્સે કરેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે. છેલ્લા ચાર દિવસમાં સ્નાઈપર્સે ચાર જવાનનો જીવ લીધો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક એન્ટી સેબસ્ટિયન કેએમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.   

     સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે  સોમવારે સવા પાંચ વાગ્યે  કૃષ્ણા ઘાટીના મેંઢરમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જેમા એક જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા હતા. આ પહેલા શનિવારે અને રવિવારે રાજોરીના સુંદરબની, નૌશારા અને અખનુર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યુ હતું. જેમા ત્રણ જવાન શહીદ થયા હતા.

 

(12:00 am IST)