Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

યુ.કે.સ્થિત ભારતીય મૂળના સર્જન ડો.સિર્જુન પટેલની અસાધારણ સિધ્ધીઃ ૪૨ વર્ષીય મહિલાએ આંખ ઉપર સોજાની ફરિયાદ કરતાં સચોટ નિદાન કર્યુઃ છેલ્લા ૨૮ વર્ષથી આંખની આગળને બદલે પાછળના ભાગમાં જતા રહેલા કોન્ટેક લેન્સ ગોતી કાઢ્યાઃ ઓપરેશન સફળ

લંડનઃ કોન્ટેક લેન્સ આંખમાંથી પડી ગયા છે તેવું માનતી એક ૪૨ વર્ષીય મહિલાની આંખોના પાછળના ભાગમાં ૨૮ વર્ષથી જતા રહેલા આ લેન્સ સોધી કાઢવામાં યુ.કે.સ્થિત ભારતીય મૂળના સર્જન ડો.સિર્જુન પટેલ તથા તેમની ટીમએ સફળતા મેળવી છે. એટલું જ નહિં મહિલાની આંખોને જરા પણ નુકશાન થવા દીધુ નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ મહિલાએ આંખમાં સોજાની ફરિયાદ કરતાં નિદાન કરાયું હતું. જેથી આ કોન્ટેક લેન્સ તેની આંખોની પાછળના ભાગમાંથી મળી આવતા મહિલાને રાહત થઇ હતી. આ લેન્સ તે ૧૪ વર્ષની હતી ત્યારથી પહેરતી હતી. તથા બેડ મિંગ્ટન રમતી વખતે આંખ ઉપર ધક્કો લાગતા લેન્સ પડી ગયા હોવાનું માનતી હતી. જે MRI સ્કેન વખતે જોવા મળ્યા હતા.

(8:45 pm IST)