Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વડાપ્રધાન પાક વિમા યોજના અંગે વિગત ખેડૂતો પાસે નથી

હાલમાં જ કરવામાં આવેલા સર્વેના તારણ જારી : આઠ રાજ્યોને આવરી લઇ કરાયેલા સર્વેમાં તારણ જારી

નવીદિલ્હી, તા. ૨૦  :દેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના સંદર્ભમાં વિગત ધરાવતા નથી. વડાપ્રધાન પાક યોજનાના સંદર્ભમાં તમામ વિગતો પહોંચાડવામાં આવી રહી હોવા છતાં લોકો હજુ અજાણ રહ્યા છે. વેધર રિસ્ક મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના સર્વેમાં આ અંગેની વિગત સપાટી ઉપર આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રાજ્યોમાં આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત ખુબ જ સંતુષ્ટ છે જેના કારણે ખેડૂતોને સહાયતા માટે યોગ્યરીતે અમલી અને વિમા કંપનીઓની ભાગીદારી મળી રહી છે. વડાપ્રધાન પાક વિમા યોજનાની શરૂઆત ૨૦૧૬માં કરવામાં આવી હતી. આ યોજના આજે હવામાન અને અન્ય ખતરાઓની સામે પાક વિમા માટે એક મોટા માધ્યમ તરીકે છે. આ યોજના અગાઉની કૃષિ વિમા યોજનાઓના સુધારેલા રુપ તરીકે છે. યોજના હેઠળ લોન લેનાર ખેડૂતોને માત્ર સબસિડીના દરે જ વિમા આપવામાં આવે છે તેમ નથી. ખેડૂતોને લોનની સુવિધા પણ મળી રહી છે. હાલમાં આઠ રાજ્યો ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, બિહાર અને મહારાષ્ટ્રના કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૨૮.૭ ટકા લોકોને જ યોજના અંગે માહિતી છે. સર્વે મુજબ ખેડૂતોની પરિયાદ હતી કે, લોન ન લેનાર ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા ખુુબ જ મુશ્કેલ હતી. તેમને ઘણી બધી બાબતોમાં ખુબ સમય લાગતો હતો. પહેલા ખેડૂતોને કેટલીક બાબતો અંગે જાણ કરવામાં આવતી ન હતી. સર્વે મુજબ ૪૦.૮ ટકા લોકો કૃષિ વિભાગ પાસેથી માહિતી એકત્રિત કરે છે. આ લોકો વિમા કંપનીઓ ગ્રાહકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે. સર્વેના તારણ ચોંકાવનારા રહ્યા છે.

(7:33 pm IST)