Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

તેલંગાણામાં ખેડૂતોના વીમા અને આંખની તપાસ માટેની જાહેરાતમાં પરવાનગી વગર દંપત્તિની તસવીરનો ઉપયોગ કરાતા સરકાર પાસે વળતર માંગ્યુ

તેલંગાણાઃ પરવાનગી વગર સરકારી જાહેરાતમાં તસવીરનો ઉપયોગ કરવા પર તેલંગાણાનું એક દંપતી ખૂબ જ નારાજ છે. દંપતીએ રાજ્ય સરકાર પાસે વળતરની માંગણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાઈતુ ભીમ(ખેડૂતનો વીમો) અને કાંતિ વેલુગુ(આંખની તપાસ) કાર્યક્રમની જાહેરાતમાં લાગેલી તસવીરના કારણે આ દંપતીએ બદનામીનો આરોપ લગાવ્યો છે.

હકીકતમાં આ જાહેરાતમાં બાળક સાથે જોવા મળી રહેલી મહિલાને એક અન્ય વ્યક્તિ સાથે બતાવવામાં આવી અને તેને ખુશી પરિવાર તરીકે જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું અને દંપતીએ આરોપ લગાવ્યાં છે કે તેમની પરવાનગી વગર જ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દંપતીનું નામ નાયકુલા નાગરાજુ અને પદ્મા છે. પદ્માએ પૂછ્યું હતું કે,’કોઈ અન્ય વ્યક્તિ મારા પતિની જેમ કઈ રીતે મારી બાજુમાં ઉભી શકે છે.? લોકો અમારી પર હસી રહ્યાં છે. મારા સાસરીયાઓ અને સંબંધીઓ શરમના કારણે ઘરની બહાર નીકળી શકતાં નથી.’ નાગરાજુએ જણાવ્યું હતું કે,’મને એ રીતે બતાવાવમાં આવ્યો છે કે મેં દારુની લત છોડી છે અને ખુશીની જિંદગી જીવી રહ્યો છું.’ પદ્માએ એ પણ ઉમેર્યું કે સૌથી વધુ ખરાબ બાબત તો એ કે મારી તસવીરને બગાડીને અન્ય વ્યક્તિ સાથે બતાવવામાં આવી.

નોંધનીય છે કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ દ્વારા 15 ઓગસ્ટ પર રાયતૂ ભીમ અને કાંતિ વેલૂગુના લોન્ચિંગ પર ફુલ પેજ જાહેરાત આપવામાં આવી હતી. કેટલાક ન્યૂઝપેપરમાં તેમની તસવીર આવી જ્યારે અન્ય પેપરમાં પદ્મા અને તેની દીકરીને મોર્ફ કરીને અન્ય વ્યક્તિ સાથે બતાવવામાં આવ્યાં હતાં.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં નાગરાજુએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેનો પરિવાર વાંગાપલ્લીમાં ગયો હતો ત્યારે કેટલાક લોકોએ તેની પાસે આવીને કહ્યું કે જો તેઓ એક તસવીર માટે રાજી થઈ જશે તો તેને સરળતાથી લોન મળી જશે. જોકે, અમારી તસવીર સરકારી જાહેરાતમાં જોઈ અમને આંચકો લાગ્યો હતો. જનસંપર્ક વિભાગે કહ્યું કે,’I&PR વિભાગે આ બાબતે તપાસ શરુ કરી છે. અનુમતિ વગર તસવીરનો ઉપયોગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

(5:46 pm IST)