Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જુદી જુદી લેબોરેટરીના રીપોર્ટોમાં સહી કરનાર પેથોલોજીસ્ટ સસ્પેન્ડ

લેબોરેટરીમાં હાજર ન હોવા છતાં રીપોર્ટમાં ડીજીટલ સહી

પૂણે તા. ર૦: જુદી જુદી લેબોરેટરીઓમાં રૂબરૂ નિરીક્ષણ કર્યા વગર પેથોલોજી રીપોર્ટમાં સહી કરવાના આરોપમાં કસુરવાર ઠરેલા એક પેથોલોજીસ્ટને મહારાષ્ટ્ર મેડીકલ કાઉન્સીલે ૬ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.

હવે રાજયમાં જો બીજા કઇ પેથલોજીસ્ટ કસુરવાર ઠરશે તો તેને પણ આ નિર્ણય બંધનકર્તા રહેેશે. એમ એમસીના પ્રમુખ ડો. શિવકુમારે કહ્યું કે તેની સામે ફરીયાદ કોઇ પેશન્ટ નહીં પણ એસોસીએશન દ્વારા કરાઇ હતી એટલે તેનું ડોકટરી લાઇસન્સ ૬ મહિના માટે સસ્પેન્ડ કરાયું હતું. જો કોઇ પેશન્ટ તરફથી ફરિયાદ થઇ હોત તો એમ.એમ.સી. વધુ ગંભીર પગલા લેત. પેથલોજીકલ રીપોર્ટ એ ઘણી મહત્વની વસ્તુ છે. કરજત, રોહા, પનવેલ, તેમજ નાલા સોપારા, વસઇ અને વિરારમાં દરદીઓના પેથોલોજીકલ રીપોર્ટો પેથોલોજીસ્ટના અંગત સુપરવિઝન વગર બનાવવામાં આવે છે.

જુદી જુદી લેબોરેટરીના સર્ટીફીકેટ/રીપોર્ટમાં થેલોજીસ્ટની ડીજીટલ સહી જોવામાં આવી હતી. ઉપરાંત એવું પણ બહાર આવ્યું છે કે જુદી જુદી લેબોરેટીઓના રીપોર્ટમાં લેબોરેટરીની સહી સીકકા હોય છે પણ પેથલોજીસ્ટ બાબતની જાણકારી નથી હોતી. આ પ્રક્રિયા દાયકાઓથી ચાલી રહી છે. (૭.૩૭)

(4:16 pm IST)