Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

નિફટી પહેલીવાર ૧૧૫૦૦ને પાર : સેન્સેકસ ૩૭૦ અપ

મુંબઇ તા. ૨૦ : શેર બજાર આ સપ્તાહની શરૂઆતથી જ તેજીમાં રહ્યું છે. ગયા અઠવાડિયે નબળી શરૂઆત કર્યા બાદ નિફટીએ આ સપ્તાહમાં પ્રથમ વાર ૧૧૫૦૦નો આંકડો પાર કર્યો છે. આ સિવાય રૂપિયામાં પણ ૩૨ પૈસાનો વધારો જોવા મળ્યો છે. રૂપિયો ૭૦ની સપાટીથી નીચે આવી ગયો છે. સેન્સેકસ ૩૭૦ના અંકની મજબૂતી સાથે ૩૮,૩૧૮ની સપાટી પર અને નિફટી ૮૭થી વધીને ૧૧,૫૫૭ની સપાટી સુધી પહોંચી ગઈ છે. બીએસઇનાં મિડકેપ ઇન્ડેકસમાં ૦.૫ ટકાનો વધારે થયો છે, જયારે નિફટીનાં ૧૦૦ ઇન્ડેકસમાં ૦.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીએસઇને સ્મોલકેપ ઇન્ડેકસમાં ૦.૩ ટકાનો વધારો નોંધાયો હતો. એલએન્ડટી, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, યસ બેન્ક, એસપીસીએલ અને ટાટા સ્ટીલ ૩.૮-૧.૪ ટકાનો વધારો નોંધાયો છે. મિડકેપ શેરોમાં ગ્લેનમાર્ક, એલએન્ડટી ફાયનાન્સ, ડિવીઝ લેબ, વ્હર્લપૂલ અને અપોલો હોસ્પિટલ ૩.૬ ટકાથી ૨.૧ ટકા સુધી વધ્યા છે. સ્મોલ કેપ શેરોમાં મોહોતા ઇન્ડસ્ટ્રીઝ, કયુપિડ, નિતિન સ્પિનર્સ, સ્કિપર અને કવોલિટી ૯.૫-૫ ટકા સુધી મજબૂત થયા છે.

(4:05 pm IST)