Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભારતની સૈન્ય તાકાતમાં સતત વધારો

દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે ભારતની 'હેલિના' : પળવારમાં તબાહ કરી દેશે અડ્ડાઓ

ભારતે રવિવારે રાજસ્થાનમાં હવામાંથી સપાટી પર સટીક વાર કરનાર ગાઇડેડ બોમ્બ અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કર્યું : સંપૂર્ણ સ્વદેશી ટેકિનકથી બનાવવામાં આવી

નવી દિલ્હી તા. ૨૦ : ભારત સતત પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે. આ ક્રમમાં ભારતે રવિવારે રાજસ્થાનમાં હવામાંથી સપાટી પર સટીક વાર કરનાર ગાઇડેડ બોમ્બ (એસએએડબ્લ્યૂ) અને એંટી ટેંક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેને પૂર્ણરૂપથી સ્વદેશી ટેકિનકથી બનાવવામાં આવી છે. તેમાં અતિ આધુનિક ટેકિનકનો ઉપયોગ થયો છે.

દેશમાં વિકસિત ગાઇડેડ બોમ્બ-એસએએડબ્લ્યૂ અને એંટી ટેંક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું રાજસ્થાનમાં અલગ-અલગ ફાયરિંગ રેંજમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. રક્ષા મંત્રાલયે તેને લઇને જાણકારી આપતાં કહ્યું કે ચાંદન રેંજમાં વાયુ સેનાના વિમાનથી સ્માર્ટ એંટી એરફિલ્ડ વેપન (એસએએડબ્લ્યૂ)નું સફળ પરીક્ષણ થયું. હેલિનાનું પરીક્ષણ પોખરણમાં કરવામાં આવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું કે એસએએડબ્લ્યૂ યુદ્ઘક સામગ્રીથી સજ્જ હતું અને સટીકતા સાથે ટાર્ગેટ પર નિશાન સાધવામાં સફળ રહ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'એસએએડબ્લ્યૂ ઉમદા દિશાસૂચકનો ઉપયોગ કરતાં વિભિન્ન જમીની ટાર્ગેટને તબાહ કરવામાં સક્ષમ છે.' પોખરણ ફાયરિંગ રેંજમાં હેલિના મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલને સટીકતાની સાથે પોતાના ટાર્ગેટને ભેદી નાખ્યું. આ દુનિયામાં અતિઆધુનિક એંટી ટેંક હથિયારોમાં એક છે.

(3:43 pm IST)