Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

૨૦૧૯માં ભાજપને લાગશે મોટો આંચકો : કેજરીવાલ

કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહારો : દિલ્હીની જનતા ભાજપથી ખૂબ નારાજ

નવી દિલ્હી તા. ૨૦ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી નારાજ છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગવાનો છે. આમ આદમી પાર્ટી (આપ) પ્રમુખે એ પણ કહ્યું કે દિલ્હી સરકારના કામકાજમાં રોડ નાખવાને લઇને લોકો ભાજપથી નારાજ છે. અરવિંદ કેજરીવાલે હિંદીમાં ટ્વિટ કરીને કહ્યું કે 'જનતા આમ આદમીની દિલ્હી સરકારથી ખૂબ ખુશ છે. તો બીજી તરફ જનતા ભાજપથી એ વાત પર પણ ખૂબ નારાજ છે કે ભાજપે દિલ્હી સરકારના કામોમાં રોડા નાખ્યા છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં મોટો આંચકો લાગવાનો છે.

ખૈરા જૂથ સાથે વાતચીત વિરૂદ્ઘ નથીૅં કેજરીવાલબીજી તરફ આમ આદમી પાર્ટી (આપ)ની પંજાબ એકમમાં 'પરસ્પર મેતભેદો'ને ઉકેલવા માટે પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે તે પાર્ટીના હિત માટે સુખપાલ સિંહ ખૈરાના નેતૃત્વવાળા જૂથ સાથે વાતચીત કરવાના વિરૂદ્ઘ નથી. કેજરીવાલે આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે કોઇ ગઠબંધનથી ઇંકાર કર્યો. તેમણે કહ્યું કે 'ના, એમ નથી થઇ રહ્યું.'પંજાબ યાત્રા દરમિયાન આજે કેજરીવાલે મેહલ કલામાં પાર્ટી ધારાસભ્ય કુલવંત સિંહના પિતાના 'ભોગ' રસમમાં સામેલ થયા. ત્યારબાદ તેમણે સુનામમાં પાર્ટી ધારાસભ્ય અમન અરોડાના નિવાસ પર પંજાબમાં પાર્ટીના ૧૧ ધારાસભ્યો સાથે અનૌપચરિક મુલાકાત કરી.ઙ્ગ

પંજાબ વિધાનસભાના સત્ર પહેલાં આપના ધારાસભ્ય દળના આહવાન પર અરોડાએ અસંતુષ્ટ જૂથના ધારાસભ્યો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. પંજાબ વિધાનસભાનું સત્ર ૨૪ ઓગસ્ટથી શરૂ થઇને ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે.ઙ્ગઆ પ્રશ્ન પર આજની મુલાકાત દરમિયાન ખૈરા જૂથના ધારાસભ્યોને કેમ બોલાવવામાં ન આવ્યા, તેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું 'આજે કોઇ ઔપચારિક મુલાકાત નક્કી ન હતી.' કેજરીવાલ સાથે આ દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. ખૈરા પણ 'ભોગ' રસમ દરમિયાન કેજરીવાલથી અંતર જાળવ્યું હતું.

(3:41 pm IST)