Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પાસના 40 કન્વીનરો દિલ્હીમાં પહોંચ્યા :કેજરીવાલ પાયે સમર્થન માંગ્યું

પાટીદાર આગેવાનો શરદ પવાર અને આઇપીએસ,આઈએએસ અને રિટાયર્ડ જજ તેમન રામજેઠમલાણી ,આકાશ કકળે સહિતને મળશે

નવી દિલ્હી: પાસના સુપ્રીમો હાર્દિક પટેલની અટકાયત બાદ મોડેથી તેને મુક્ત કરાયોઃ હતો તેવામાં ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.હાર્દિક પટેલ સહિત 9 લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 25 ઓગસ્ટે હાર્દિક ઉપવાસ આંદોલન પર બેસવાનો છે તેની મંજૂરી માટે પાટીદાર અનામત આંદોલન સમિતીની ટીમ આજે દિલ્હી પહોંચી છે. જેમાં પાટીદાર આગેવાન દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરો સામેલ છે.

 હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની મંજૂરી માટે તા.20, 21 અને 22ના ત્રણ દિવસીય પ્રવાસ પર પાસ આગેવાન દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરોની ટીમ દિલ્હી પહોંચી ગઇ છે. જ્યાં તેઓ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.અને અનામત આંદોલનમાં સમર્થન આપવાની માંગ કરી હતી. ત્યારબાદ પાટીદાર આગેવાનો શરદ પવારને મળશે. ત્યારબાદ તેઓ IPS, IAS અને રિટાયર્ડ જજ તેમજ સુપ્રિમ કોર્ટમાં રામ જેટલાણી અને આકાશ કાકડે જેવા સિનિયર વકિલો સાથે મુલાકાત કરી કાયદાકીય સંઘર્ષો મુદ્દે ચર્ચા કરી માહિતી મેળવશે.

(1:48 pm IST)