Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેન્દ્ર અયોધ્યામાં રામમંદિર મામલે કાયદો લાવી શકે પરંતુ રાજ્યસભામાં બહુમતી નથી :કેશવકુમાર મૌર્ય

નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિર મુદે હવે ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર રામ મંદિર મામલે કાયદો લાવી શકે છે.પરંતુ ભાજપ પાસે રાજ્યસભામાં પૂરતુ સંખ્યા બળ નથી.જેથી રામ મંદિર અંગે કાયદો રાજ્યસભમાં પાસ કરવો મુશ્કેલ છે

 મૌર્યએ જણાવ્યુ કે, સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કટ્ટીબદ્ધ છે. જોકે રાજ્યસભામાં ભાજપ પાસે પુરતુ સમર્થન નથી. રામ મંદિર કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મુદો છે. મૌર્યે કહ્યુ કે, હાલમાં રામ મંદિરનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધિન છે.

(12:37 pm IST)