Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમેરિકાના અખબાર જગતમાં નવા ઇતિહાસનું સર્જન : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી વિરુદ્ધ 300 અખબારોએ એક જ દિવસે તંત્રીલેખ લખ્યા : અખબારોને નાગરિકોના દુશ્મન ગણાવનાર ટ્રમ્પ વિરુદ્ધ લોકજાગૃતિનું અભિયાન

વોશિંગટન :અમેરિકામાં એક જ દિવસે 300 અખબારોએ પ્રેસિડન્ટ ટ્રમ્પની આપખુદ્શાહીની ટીકા કરતો અગ્રલેખ લખી વર્તમાનપત્રના ઇતિહાસમાં નવા રેકર્ડનું સર્જન કર્યું છે.આ અખબારોના  તંત્રીઓએ લખેલા લેખ કોઈ વિક્રમના સર્જન માટે નહીં પરંતુ પ્રેસિડન્ટ દ્વારા અખબારોની સ્વતંત્રતા ઉપર મારવામાં આવી રહેલી તરાપ નો એક સાથે એક જ દિવસે એક સાથે   વિરોધ કરવા લખ્યા હતા.ડોનાલ્ડ ટ્રમ્પએ અખબારોને નાગરિકોના  દુશ્મન  ગણાવતા નિવેદનો કર્યા હતા.કારણકે તેમના મતે અખબારોએ સરકારનું સમર્થન કરવું જોઈએ.પરંતુ અમેરિકાનો આટલા વર્ષોનો ઇતિહાસ અખબારોની સ્વતંત્રતા દર્શાવનારો છે.જેઓ સરકારની બિન્દાસપણે ટીકા પણ કરી શકે છે.પરંતુ ટ્રમ્પના રિપબ્લિકન સમર્થકો પણ અખબારોને દેશના દુશ્મન ગણવા લાગ્યા હતા.તેથી ટ્રમ્પની આ સેન્સરશીપ સમાન નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવા નાના મોટા તમામ  300 અખબારોએ એક સાથે તંત્રીલેખ લખ્યા.જે તમામની ભાષા પણ પોતપોતાની મૌલિક છે.જે તમામનો સાર અખબારોને પૂર્ણ સ્વતંત્રતા બક્ષવાનો છે.

146 વર્ષ જુના ધ બોસ્ટન ગ્લોબના નેતૃત્વ હેઠળ લખાયેલા આ તમામ 300 અખબારોના અગ્રલેખ તેની વેબસાઈટ ઉપર જોવા મળી શકે છે.જે પત્રકારિત્વનાં સ્ટુડન્ટ્સ માટે બહુ મોટો પ્રોજેક્ટ પૂરો પડી શકે છે.સુવિખ્યાત વોશિંગટન પોસ્ટએ ટ્રમ્પના શાશનના 558   દિવસ દરમિયાન બોલાયેલા 4229   જુઠાણાઓનો પર્દાફાશ કર્યો છે.તેમ છતાં ટ્રમ્પના 17 ટકા જેટલા લોકો જ આ વાત માનવ તૈયાર થયા હતા.

(12:21 pm IST)