Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળનું પુર વીમા કંપનીઓને પ૦૦ કરોડમાં પડશે

હાઉસહોલ્ડ પોલીસી અને લાઇફ-મોટર કલેમમાં મુખ્ય નુકસાન થશે

મુંબઇ, તા. ર૦ : કેરળના પૂરના કારણે વીમા કંપનીઓને રૂ. પ૦૦ કરોડનો ફટકો પડે તેવી સંભાવના છે. આ સદીની સૌથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહેલી રાજય સરકાર તરફથી દાવાની માહિતી મળવાનું શરૂ થઇ ગયું છે. સમગ્ર રાજયમાં ભારે વરસાદનો ફટકો પડયો છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે, અને ટૂરિઝમ તથા સર્વિસીસ પર આધારીત આ રાજયનું અર્થતંત્ર હચમચી ગયું છે. વીમા કંપનીઓ આ નુકસાનને મુખ્યત્વે હાઉસહોલ્ડ પોલિસી તથા લાઇફ એનડ મોટર કલેમમાં લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

જાહેર ક્ષેત્રની વીમા કંપનીના એક એકિઝકયુટિવે જણાવ્યું હતું કે, 'પ્રાથમિક દાવાના અંદાજો પર નજર નાખીએ તો અમે અપેક્ષા રાખીએ છીએ કે જનરલ અને લાઇફ વીમા હેઠળના દાવા રૂ. પ૦૦ કરોડને સ્પર્શી જશે. ન્યૂ ઇનિડયા એસ્યોરન્સના એકિઝકયુટિવે જણાવ્યું કે, 'સરકારી વીમા કંપનીઓને વ્યકિતઓ તથા ઉદ્યોગ તરફથી દાવાની માહિતી મળવાની શરૂઆત થઇ છે.' કંપનીને માહિતીના પ્રથમ રાઉન્ડમાં રૂ. ૩પ કરોડના ૬પ દાવા મળ્યા છે તથા બીજા રાઉન્ડમાં વધુ ૧૧૦ દાવા મળવાની અપેક્ષા રાખવામાં આવે છે તેમ ન્યૂ ઇનિડયા એસ્યોરન્સના અધિકારીએ જણાવ્યું હતું. જે લોકોએ દાવા મૂકયા હતાં તેમાના ઘણા લોકો મલેશિયામાં વેકેશન પર છે અને તેમણે ઇ-મેઇલ મારફત તેમના દાવા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે રાહત છાવણીમાંથી પરત ફર્યા બાદ ધવારે લોકો દાવા ફાઇલ કરશે.'

લાઇફ, પ્રોપર્ટી અને મોટર ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ તથા પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના હેઠળ વીમાના દાવા કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. રાજયમાં રબરના ઉત્પાદન પર થનારી અસરમાંથી પણ દાવા આવવાની અપેક્ષા રાખવામાં આવે છે, દેશમાં આ કોમોડિટીના ઉત્પાદનમાં રાજયો ૯૦ ટકા છે. કોફી, ચા, ઇલાયચી અને રબર એસ્ટેટમાં રૂ. ૬૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. જોકે, તેમાંના બધાનો વીમો નથી.

ઘણી ફેકટરીઓ તથા ગોાઉનો પાણીમાં ડૂબી ગયા છે તથા તેને થયેલા નુકસાનનું મૂલ્યાંકન સપ્તાહ દરમિયાન થશે. ખાનગી ક્ષેત્રની કંપનીના એક એકિઝકયુટિવે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વાહનો પાણીમાં તણાઇ ગયા છે. ડીલર્સ વર્કશોપ્સ પાણીમાં ડૂબી ગયા છે મેના અંતિમ ભાગથી કેરળમા વરસાદની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં આશરે ૩૭૦ લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે, જેમાંના ર૦૦ કરતા વધારે લોકો ગયા સપ્તાહ દરમિયાન મૃત્યુ પામ્યા હતાં.

કેટલાક લાખ લોકો હાલમાં રાહત છાવણીઓમાં વસવાટ કરી રહ્યા છે કેમ કે તેમના ઘર પૂરમાં તણાઇ ગયા છે અથવાતો નુકસાન થયું છે. (૮.૪)

 

(9:41 am IST)