Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ ૮૪ ઇંચ વરસાદ

વર્ષ ૨૦૧૩માં ઉત્તરાખંડ, ૨૦૧૬માં આવેલા અસમનું પૂર અને ૨૦૧૭માં બિહાર પૂરથી બે ગણુ અને ૨૦૧૭ના ગુજરાતના પુરથી ત્રણ ગણુ પૂર કેરળમાં આવ્યું

કોચી તા. ૨૦ : કેરળમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધારે વરસાદ થયો છે. વર્ષ ૨૦૧૩માં ઉત્ત્।રાખંડ આપડા, ૨૦૧૬માં આવેલા અસમનું પૂર અને ૨૦૧૭માં બિહાર પૂરથી બેગણું અને ૨૦૧૭ના ગુજરાતના પુરથી ત્રણ ગણું પૂર કેરળમાં આવ્યું છે. કેરળમાં એક જૂનથી ૧૫ ઓગસ્ટ વચ્ચે ૨૦૮૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્યથી ૩૦ ટકા વધારે છે. વરસાદ પછી ભુસ્ખલનના કારણે ૩૨૪ લોકોના મોત થયા છે. આ આંકડો વધવાની શકયતા શેવાઇ રહી છે.

રાજયમાં ગત સપ્તાહ સામાન્યથી સાડા ત્રણ ગણો વરસાદ નોંધાયો છે. જયારે ૧૬ ઓગસ્ટના દિવસે ૧૦ ગણઓ અને શુક્રવારે ૧૭ ઓગસ્ટે સામાન્યથી પાંચ ગણો વધારે વરસાદ થયો હતો. જેના પગલે રાજયમાં જનજીવન ઠપ થયું છે. ૨૦૧૩માં ઉત્ત્।રાખંડમાં વાદળું ફાટવાના કારણે ભયાનક પૂર અને ભુસ્ખલન થયું હતું. જયાં આખા ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે ૧૩૭૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ૫૭૦૦ લોકોના મોત નીપજયા હતા.

ગત વર્ષે ૨૫ જુલાઇના દિવસે દેશના અનેક રાજયોમાં પૂર આવ્યું હતું. માત્ર ગુજરાતમાં ૨૨૨ લોકો માર્યા ગયા હતા. ગુજરાતમાં ૬૪૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બિહારમાં ૧૯ જિલ્લામાં ૧૨થી ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ દરમિયા ગંડક, જૂની ગંડક, બાગમતી, કમલા, કોસી અને મહાનંદા નદીઓમાં પૂર આવવાથી ૫૧૪ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૧.૭૧ કરોડ લોકોને અસર થઇ હતી.

કેરળમાં એક સદીથી સૌથી વધારે ભયંકર પૂર છે. જોકે, કેરળના લોકોને હજી રાહત મળતા નથી જોવા મળી રહી કારણે વહામાન ખાતાએ હજી વધારે વરસાદની આગાહી કરી છે. પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુર ઓફ ટ્રોપિકલ મીટિઓરોલોજી સંસ્થાન તરફથી રજૂ કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે ભારતમાં ૧૯૫૦થી ૨૦૧૭ દરમિયાન ૨૮૫ વખત પૂર આવ્યું છે. જેના પગલે સાડા આઠ કરોડ લોકો પ્રભાવિત થયા છે. ૧૯ લાખ લોકો નિરાધાર બન્યા છે. આ વિપદામાં ૭૧ હજાર લોકો માર્યા ગયા હતા.(૨૧.૫)

(9:41 am IST)