Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના કારણે થઇ કેરળમાં તબાહી : ગુરૂમૂર્તિ

કોચી તા. ૨૦ : કેરળમાં પુરની તબાહી વચ્ચ એસ ગુરૂમૂર્તિએ કંઈક એવું કહ્યું જેનાથી વિવાદ વધી ગયો છે. ગુરૂમૂર્તિએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી થવાના કારણે કેરળના મોસમે કેર વર્તાવ્યો છે. ગુરૂમૂર્તિ સ્વદેશી જાગરણ મંચના કો-કન્વેનર છે. હાલમાં જ તેમને આરબીઆઈના પાર્ટ-ટાઈમ ડાયરેકટર બનાવવામાં આવ્યા હતા.

તેમને ટ્વિટ કરીને કહ્યું છે કે, ૧૦ લાખમા જો એક વખત પણ તે ચાન્સના હિસાબથી સબરીમાલા કેસ અને વરસાદ વચ્ચે સંબંધમાં જોઈએ તો એવું લાગે છે કે અયપ્પન વિરૂદ્ઘ કેસ ઠીક થશે નહી. આ લોકોના વિશ્વાસથી ઉપર છે.

એસ ગુરૂમૂર્તિ તેવું કહેવા માંગે છે કે, સબરીમાલામાં બધી મહિલાઓને પ્રવેશ આપવાની અનુમતિ આપવાથી અયપ્પા ભગવાન નારાજ છે અને હાલમાં કેરળ તેનો જ દંડ ભોગવી રહ્યો છે. અસલમાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક ઉમરની મહિલાઓને જવાની પરવાનગી આપી છે. પહેલા માત્ર ૧૦થી ઓછી અને ૫૦ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને જ મંદિરમાં જવાની અનુમતિ હતી. ગુરૂમૂર્તિની આ નિવેદનની ખુબ જ ટીકા થઈ રહી છે. (૨૧.૬)

 

(9:38 am IST)