Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જિયો ગીગા ફાઇબરની જબરદસ્ત ઓફર : ૩ મહિના સુધી મળશે ફ્રી સર્વિસ સાથે 1.1 TB ડેટા પણ

યુઝર્સને 100 Mbpsની ઇન્ટરનેટ સ્પીડ તેમજ દર મહિને 100 GB ડેટા આપવામાં આવશે

નવી દિલ્હી તા. ૨૦ : રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberનું રજિસ્ટ્રેશન ૧૫ ઓગસ્ટથી શરૂ થઇ ચુકયું છે. દિવાળીની આસપાસ આ સર્વિસને લોન્ચ કરવામાં આવશે. જિયો ગીગા ફાઇબરની શરૂઆત આ શહેરોથી થશે, જયાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થયા હશે. જિયો ગીગા ફાઇબર એક સાથે દેશના ૧૧૦૦ શહેરમાં શરૂ કરવામાં આવશે. જોકે, લોન્ચિંગ પહેલા ગીગા ફાઇબરને લઇ એક સમાચાર મળી રહ્યા છે જે જિયો ગીગા ફાઇબર સર્વિસને કંપની ત્રણ મહિના 'પ્રિવ્યૂ ઓફર'ની સાથે લોન્ચ કરી શકે છે. કંપનીએ તેની વેબસાઇટ પર આ પ્રિવ્યૂં ઓફરની જાણકારી આપી છે. જીયો ગીગા ફાઇબર યૂઝર્સને પ્રિવ્યૂ ઓફર મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની યૂઝર્સની સંખ્યા વધારવા માટે આ ઓફરને વધુ ત્રણ મહિના વધારી શકે છે.

કંપનીએ વેબસાઇટ પર આપેલી જાણકારી મુજબ, ગીગા ફાઇબરની પ્રીવ્યૂ ઓફરના યૂઝર્સને 100 Mbpsની ઇન્ટરનેટ સ્પીડ તેમજ દર મહિને યૂઝર્સને 100 GB ડેટા આપવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, 100 GB ડેટા પુરો થયા પછી યૂઝર્સને કંપની એડિશનલ ડેટા પણ આપશે. આ એડિશનલ ડેટા પણ મફતમાં આપવામાં આવશે. આમાં યૂઝર્સના એકાઉન્ટમાં 40 GB ડેટા આપવામાં આવશે. આ ડેટા ટોપ-અપ દ્વારા આપવામાં આવશે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 100 GB ડેટા પુરો થઇ ગયા પછી ટોપ-અપથી 40 GB ડેટા મળશે. ત્યાર બાદ પણ જો યુઝર્સને ડેટા જોઇતો હોય તો તેણે ટોપ-અપ દ્વારા ૨૫ વખત ડેટા મળી શકશે. જીઓ અત્યારે મોડલની ટેસ્ટિંગ કરી રહ્યું છે. કુલ ટોટલ એક ચોક્કસ સમયમાં 1.1 TB ડેટા ફ્રી મળશે. પ્રિવ્યુ ઓફરની કંપનીએ કોઇ ઓફિસીયલ જાહેરાત ન કરતા પુષ્ટી હજુ સુધી થઇ નથી.

જીયોની ગીગા ફાઇબર સર્વિસની પ્રિવ્યુ ઓફર મફત નહીં હોય. આના માટે યૂઝર્સને ૪૫૦૦ રૂપિયા ભરવા પડશે. જો કે, આ ફી પુરી રીતે રિફન્ડેબલ હશે. જીયો ગીગા ફાઇબરની સાથે જીયો ગીગા ટીવી, સ્માર્ટ હોમ જેવી સર્વિસ પણ ફ્રીમાં આપવમાં આવશે. યૂઝર્સને મંથલી યુઝસને માત્ર ૪૫૦૦ રૂપિયાથી આપવાના રહેશે.

જીયો ગીગા ફાઇબરની પ્રિવ્યૂ ઓફર ત્રણ મહિના માટે હશે. જેની ફી રિફન્ડેબલ રહેશે. તો સ્પષ્ટ છે કે યુઝર્સને સર્વિસ ફ્રીમાં મળશે. કેમકે, જો કોઇ યુઝર્સ ત્રણ મહીના પછી આ સર્વિસ બંધ કરાવવા માંગે તો યુઝર્સને તેના ૪૫૦૦ રૂપિયા સિકયોરિટી રમક પાછી અપવામાં આવશે. જોકે, તે માટે કંપનીની કંડીશન છે કે, સેટટોપ બોકસ પૂરી રીતે સુરક્ષીત અને સારી કંડીશનમાં હોવું જોઇએ.

ટેલિકોમટોકની એક રિપોર્ટ મુજબ, જીયોએ જે રીતે પોતાની ટેલિકોમ સર્વિસ લોન્ચ કરી છે. તે જ રીતે તેઓ ફાઇબર નેટવર્ક એટલે કે બ્રોડબેન્ડ સર્વિસ પણ લોન્ચ કરી શકે છે. એવું છે કે જીયો ગીગા ફાઇબરમાં પ્રિવ્યૂ ઓફર આપી ત્રણ મહિના સુધી ફ્રિમાં સર્વિસ આપસે. રિપોર્ટ મુજબ આ પ્રિવ્યૂ ઓફરની અંદર ગ્રાહકને 100 Mbpsની એપલોડ અને ડાઉનલોડ સ્પીડ સાથે 100 GB ડેટા ફ્રી મળશે.

રિલાયન્સ જીયોનું લક્ષ્ય ૫ કરોડ ગ્રાહકોને તેમની સાથે જોડવાનું છે. આ કારણે કંપની શરૂઆતના ત્રણ મહિના માટે પ્રિવ્યૂ ઓફર આપી રહી છે. આ ઓફર દ્વારા લોકોને સરળ રીતે જોડી શકે છે. જોકે બીએસએનએલ ભારતની પહેલા નંબરની કંપની છે. જેની પાસે ૧૦ કરોડથી વધારે બ્રોડબેન્ડ ગ્રાહકો છે.(૨૧.૮)

(9:37 am IST)