Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગર્લફ્રેન્ડને મનાવવા જાહેરમાર્ગો પર 300 બેનરો-હોર્ડિંગ લગાવ્યા :લખ્યું ' આઈ એમ સોરી 'પ્રેમિકા માની ગઈ પણ પોલીસ રિસાઈ !!

જાહેર સંપત્તિનો દુરુપયોગ કરવા બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડના સ્થાનિક વિસ્તારમાં એક યુવાને તેની ગર્લફ્રેન્ડને મનાવવા જાહેર રોડ પર 300 બેનર અને હોર્ડિંગ લગાવડાવ્યા અને દરેક પર આઈ એમ સૉરી લખાવ્યું. પરંતુ તેનો આ યુનિક આઈડિયા તેને ભારે પડી ગયો છે .

   પુના પાસે આવેલા પિંપરી ચિંચવાડ વિસ્તારના લોકોએ જોયું કે દરેક રસ્તા પર બેનર અને હોર્ડિંગ્સ લાગેલા છે. અને તેના પર એક છોકરીનું નામ લખીને આઈ એમ સૉરી લખેલુ હતુ. સૉરી પછી હાર્ટ સાઈન પણ મુકવામાં આવી હતી. આ કામ એક લોકલ બિઝનેસમેન 25 વર્ષીય નીલેશ ખેડેકરનું હતું. તેની ઓળખ થતાની સાથે જ પોલીસે તેની તપાસ શરુ કરી દીધી. 

   જાહેર સંપત્તિનો દુરુપયોગ કરવા બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને જેની મદદથી નીલેશે આ કામ કર્યુ હતું તે વિલાસ શિન્દેની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે.

 

(9:06 am IST)