Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મમ્મીના નામથી જાણીતી લેડીડોન બસરીન ઝડપાઇ

કોર્ટે કુખ્યાત અપરાધી જાહેર કરેલ બસરીન વિરુદ્ધ 113 કેસ નોંધાયા છે

નવી દિલ્હી :દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં મમ્મીના નામથી જાણીતી લેડી ડોન બસીરનને બાતમીના આધારે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.બસરીન વિરુદ્ધ લગભગ 113 કેસ નોંધાયા છે. આરોપી દિલ્હીના પાંચ ખૂંખાર મહિલા અપરાધીઓમાંની એક હતી.

  પોલીસના હાથે લાગેલી 62 વર્ષીય બસીરનને તેમની ગેન્ગના સભ્ય મમ્મીના નામથી બોલાવવામાં આવતી હતી રાજસ્થાનની રહેવાસી બસીરન 45 વર્ષ પહેલા દક્ષિણ દિલ્હી આવી હતી અને ઝુગ્ગ ઝૂંપડીઓમાં ગેરકાયદેસર દારૂ વેચતી હતી. તેણે નાના-મોટા ગુનાથી શરૂઆત કરી અને ગુનાની દુનિયામાં જલ્દી જ મશહૂર બની હતી

  તે પોતાના પરિવારને મળવા આવી હતી ત્યારે પોલીસે ગુપ્ત માહિતીના આધારે બસીરનની ધરપકડ કરી આ લેડી ડોન એક કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર હતી. તેને કોર્ટ દ્વારા 25 મેએ કુખ્યાત અપરાધી જાહેર કરાઈ અને તેની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.

(9:06 am IST)