Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મોદી સરકાર આંકડાની માયાજાળ રચી યુપીએની સિદ્ધિને ઓછી દર્શાવે છે :પી,ચિદમ્બરમનો આરોપ

સરકારના શાનદાર પ્રદર્શનનું રહસ્ય કામકાજમાં નહીં પરંતુ આંકડાની હેરાફેરી:લોકોને ગુમરાહ કરે છે

નવી દિલ્હી :પૂર્વ નાણામંત્રી અને  કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વર્તમાન એનડીએ સરકાર પર આંકડાઓની હેરાફેરી કરી લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. ચિદમ્બરમે મોદી સરકાર પર આંકડાઓની માયાજાળ રચી મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારની સિદ્ધિઓને ઓછી દર્શાવવાનો આક્ષેપ કર્યો છે

  ચિદમ્બરમે કહ્યું કે તાજેતરમાં જ સરકારે કેટલાક આંકડાઓ રજૂ કરી પોતાનું પર્ફોમન્સ અગાઉની યુપીએ સરકારથી વધુ સારું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સરકારના શાનદાર પ્રદર્શનનું રાઝ કામકાજમાં નહિં પણ આંકડાઓની હેરાફેરીમાં છુપાયેલું છે.

 તેમણે કહ્યું કે એનડીએ સરકારની સફળતા પાછળ વાસ્તવિકતા એ છે કે મોદી સરકારે આંકડાઓની ગણતરી કરતી વખતે આધાર વર્ષ 2004-05ને ગણવાને બદલે 2011-12 ગણ્યું. જ્યારે કે વર્ષ 2004 થી 2009 સુધી મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ-1 સરકારનો કાર્યકાળ હતો.

(9:05 am IST)