Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મક્કામાં 20 લાખ હજજયાત્રીઓ પહોંચ્યા : સાઉદી અરબ એરકંડીશન્ડ તંબુ આપશે

ફાઈબર ગ્લાસના બનેલા આ તંબુનો ઉપયોગ હજયાત્રી તદ્દન મફતમાં કરી શકશે

નવી દિલ્હી :સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હજયાત્રા માટે 20 લાખ જેટલા શ્રદ્ધાળુ પહોંચ્યા છે આ શ્રદ્ધાળુઓ પવિત્ર કાબાની ફરતે તવાફ કરે છે. હજના દિવસોમાં તેઓ મક્કાથી મીના અને અરાફાતના મેદાનમાં પાંચ દિવસ સુધી હજની વિધી કરવા માટે જશે. 

 આ વર્ષે સાઉદી અરબ સરકાર દ્વારા મીનાના મેદાનમાં જનારા હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે  આ વખતે હજયાત્રીઓને આરામ કરવા માટે વિશેષ એરકંડીશન્ડ તંબુ આપવામાં આવશે. આ તંબુ મિના ખાતે 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ઉપલબ્ધ રહેશે. 

  આ તંબુનું વિશેષ રીતે નિર્માણ કરાયું છે. ફાઈબર ગ્લાસના બનેલા આ તંબુનો ઉપયોગ હજયાત્રી તદ્દન મફતમાં કરી શકશે. એરકન્ડીશન્ડ તંબુમાં એક પથારી, એક ચાદર અને એક અરીસો આપવામાં આવેલો હશે. હજયાત્રી તેમાં ત્રણ કલાક સુધી આરામ કરી શકશે.  

(10:45 pm IST)