Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મોમો ચેલેન્જની ભારતમાં ઘાતક એન્ટ્રી :બયાવરમાં વિદ્યાર્થિનીનો જીવ લીધો

જયપુર :બ્લુ વ્હેલ ગેમ બાદ મોમોએ પણ ઘાતક એન્ટ્રી કરી છે મોમો ચેલેન્જે ભારતમાં એન્ટ્રી કરી દીધી છે ત્યારે રાજસ્થાનના અજમેર જિલ્લાના બ્યાવરમાં મોમો ચેલેન્જને લઈને મોત થયાના અહેવાલથી વાલીઓમાં  ફફડાટ ફેલાયો છે અહી મોતની આ રમતે એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે.

    દસમા ધોરણમાં ભણતી 15 વર્ષની છવિએ પોતાના જન્મદિવસના ત્રણ દિવસ પછી 31 જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી. છવિના મોતનું કારણ મોમો ચેલેન્જ બન્યું. મોબાઈલની બ્રાઉજર હિસ્ટ્રી, મોમો ચેલેન્જ ગેમના નિયમ અને છવિના શરીર પર બનેલા નિશાન સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે, મોત પાછળનું કારણ જીવલેણ મોમો ચેલેન્જ છે. આ રમતનું અંતિમ ટાસ્ક પણ મોત જ છે. જન્મદિવસના ઠીક ત્રણ દિવસ પછી માસૂમે પોતાના કમરામાં લાગેલ પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં તે વાત લખેલી મળી હતી કે, હું જન્મદિવસના દિવસે જ જવા માંગતી હતી.

   ખતરનાક ખેલના શિકંજામાં ફસાયેલ બેટીને ગુમાવ્યા પછી પરિવારને તેના સાથે અભ્યાસ કરનાર અન્ય છોકરીઓ સાથે પણ અપ્રિય ઘટના ઘટવાની આશંકા છે. આ ગેમ સોશિયલ સાઈટ વોટ્સએપ દ્વારા ખુબ જ ઝડપી ફેલાઈ રહી છે. એવામાં ઘણા છોકરા-છોકરીઓ આ ગેમના સંકજામાં હોઈ શકે છે. જો આ બાબતની તપાસ કરવામાં આવે તો ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે.
   હાલમાં પીડિતા પરિવાર અન્ય બેટીઓને બચાવવા માટે ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યું છે. જો કે, બ્યાવર પોલીસ હાલમાં આ મામલાને લઈને ચૂપ છે. તપાસ અધિકારી ઓપપ્રકાશે માત્ર એટલું કહીને ભીનું સંકેલી લીધું કે, હાલમાં પોલીસ તપાસ ચાલું છે.

(8:50 am IST)