Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભારત પરત ફરતા સિંધુનો વાઘા- અટારી બોર્ડરે જ વિરોધ :સ્થાનિકો દ્વારા પાકિસ્તાન જતા રહેવા કહેવાયું

સિદ્ધુએ પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે સ્નેહ દર્શાવીને ખોટું કર્યું છ:અમરિન્દરસિંહ

લાહોરઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ગયેલા ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વાઘા અટારી બોર્ડરથી સ્વદેશ પરત ફર્યો ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો,બોર્ડર પર સ્થાનિક લોકોએ સિદ્ધુને પાકિસ્તાન જતા રહેવાનું કહીને વિરોધ કર્યો હતો.

   સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવાને ગળે લગાવવાના પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને ખોટો ઠરાવ્યો છે. સિંહે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવાની વાત છે તો તેઓ આના પક્ષમાં નથી.
    ભારત પરત ફરતા પહેલા સિદ્ધુ લાહોરની એક દુકાનમાંથી શૂઝની ખરીદી કરી હતી. ઘાટા લીલા રંગના સૂટ અને પાઘડી પહેરીને સિદ્ધુએ ખરીદી કરી હતી.

(8:28 pm IST)