Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

રાહુલ ગાંધીએ કહ્યું- તમામ વીર જવાનોને મારી સલામ:મજુર ભાઈઓનું સુરક્ષિત પરત આવવું એ ખૂબ જ ખુશીના સમાચાર

નવી દિલ્હી : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામનું રેસ્ક્યુ કરાયું છે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂર ભાઈઓનું સુરક્ષિત પરત આવવું એ ખૂબ જ ખુશીના સમાચાર છે. તેમને અને તેમના પરિવારજનોને મારા હૃદયપૂર્વક અભિનંદન.   ભારતનું નિર્માણ કરી રહેલા અમારા મજૂર ભાઈઓની સુરક્ષા એ ખૂબ જ ખુશીના સમાચાર છે. સર્વોચ્ચ મહત્વ છે. આ મુશ્કેલ ઓપરેશનને સફળ બનાવનાર તમામ બહાદુરોને હું સલામ કરું છું."

 

(10:23 pm IST)