Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

ઓપરેશન સફળ: મુખ્યમંત્રી ધામીની મોટી જાહેરાત :બોખનાગ બાબાનું મંદિર બનશે: કામદારોને અપાશે એક -એક લાખનો ચેક

સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું -આવનારા સમયમાં ઉત્તરાખંડની તમામ ટનલની સમીક્ષા કરીશું તમામ કામદારો અને તેમના પરિવારોને મારી શુભકામના

નવી દિલ્હી : ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલ તમામ કામદારોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ થઇ છે, સફળ બચાવ કામગીરી બાદ સીએમ ધામીએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા સીએમ ધામીએ જાહેરાત કરી કે બોખનાગ બાબાનું મંદિર બનાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે દરેક કામદારોને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.

  તેમણે કહ્યું કે પીએમ મોદી બોલ્યા છે. તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સીએમ ધામીએ કહ્યું કે પીએમ મોદી સતત માહિતી લઈ રહ્યા છે. સીએમએ ઓપરેશનમાં સામેલ તમામ લોકોનો આભાર માન્યો હતો.

   તેમણે કહ્યું કે તમામ એજન્સીઓ આમાં રોકાયેલી છે. અમે આવનારા સમયમાં ઉત્તરાખંડની તમામ ટનલની સમીક્ષા કરીશું. હું તમામ કામદારો અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ પાઠવું છું. જે રીતે મશીન વારંવાર તૂટી રહ્યું હતું, પરંતુ હું તમામ ટીમનો આભાર માનું છું.

 

(9:46 pm IST)