Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

મારો ઉદ્દેશ્ય દેશમાંથી નફરતનો અંત લાવવાનો :કેન્દ્ર સરકારને હરાવવી જરૂરી છે : રાહુલ ગાંધી

હૈદરાબાદના નામપલીમાં ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે કટ્ટરવાદીઓએ સમગ્ર દેશમાં નફરત ફેલાવી છે.

નવી દિલ્હી :તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર આજે થંભી ગયો હતો. મંગળવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હૈદરાબાદના નામપલીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય દેશમાં નફરતનો અંત લાવવાનો છે અને આ માટે કેન્દ્ર સરકારને હરાવવી ખુબ જરૂરી છે 

  ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કટ્ટરવાદીઓએ સમગ્ર દેશમાં નફરત ફેલાવી છે. તેમના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવાનો નારો આપ્યો હતો. રાહુલે દાવો કર્યો હતો કે તેમની સામે 24 કેસ નોંધાયા છે કારણ કે તેઓ પીએમ મોદી વિરુદ્ધ લડી રહ્યા હતા

   રાહુલે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે માનહાનિના કેસમાં બે વર્ષની સજા આપવામાં આવી છે. મારી લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. સરકારી બંગલો છીનવી લીધો હતો. મેં કહ્યું કે મારું ઘર દેશના કરોડો ગરીબોના હૃદયમાં છે. તેણે કહ્યું કે લડાઈ વૈચારિક છે અને હું તેની સાથે સમાધાન કરી શકું નહીં.

  કોંગ્રેસ નેતાએ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે હૈદરાબાદના સાંસદ વિરુદ્ધ કેટલા કેસ નોંધાયેલા છે? પરંતુ તેમના પછી કોઈ એજન્સી છે? જવાબ એ છે કે AIMIM ચીફ પીએમ મોદીની મદદ કરે છે. તેમણે AIMIM પર કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો. જો કે કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી રહી છે.

  પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે BRS, BJP અને AIMIM સાથે મળીને કામ કરી રહ્યા છે. આ પછી રાહુલે તેની બહેન પ્રિયંકા સાથે મલકજગીરીમાં રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રિયંકાએ તેલંગાણામાં કોંગ્રેસને સત્તામાં લાવવા માટે લોકોને વિનંતી કરી અને પાર્ટીની છ ગેરંટી લાગુ કરવાનું વચન પણ આપ્યું. હતું 

 

(9:20 pm IST)