Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો પરંતુ આ કાયમી નથી: મંત્રી ગોપાલરાય

આગામી દિવસોમાં પવનની ઝડપ ઘટવાની આશંકા છે જેના કારણે પ્રદૂષણનું સ્તર વધી શકે

નવી દિલ્હી :  વાયુ પ્રદૂષણ અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું, 'ગઈકાલે હળવો વરસાદ અને આજે તેજ પવનને કારણે પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે. પરંતુ આ કાયમી નથી. આગામી દિવસોમાં પવનની ઝડપ ઘટવાની આશંકા છે જેના કારણે પ્રદૂષણનું સ્તર વધી શકે છે... લગ્નની સિઝન ચાલી રહી છે જેના કારણે રાત્રીના સમયે વાહનોની અવરજવર ઘણી વધી ગઈ છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે… વહીવટી સ્તરે પણ GRAP-3નું કડક નિરીક્ષણ ચાલુ રહેશે..

 

(7:47 pm IST)