Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

પશ્ચિમ બંગાળમાં મૃતદેહને લઇ જતી મેટાડોર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :18 ડાઘુના મોત : 5 ગંભીર

હાંસખાલી થાણા ક્ષેત્રના ફૂલવાડી વિસ્તારમાં રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે મેટાડોર ધડાકાભેર અથડાઇ

કોલકતા : પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે.જયારે 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે,ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

મળતી વિગત મુજબ શનિવારે રાતના સમયે નદિયાના હાંસખાલી વિસ્તારમાં ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે ડાઘુઓ નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા.ત્યારે હાંસખાલી થાણા ક્ષેત્રના ફૂલવાડી વિસ્તારમાં રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે મેટાડોર ધડાકાભેર અથડાઇ હતી.આ અકસ્માતમાં 18 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક અનુમાન પ્રમાણે ગાઢ ધુમ્મસ અને તેજ ગતિના આ કારણે આ દુર્ઘટના બની છે. જોકે પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

(7:42 pm IST)