Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

નેપાળમાં સત્તામાં આવશું તો ભારત પાસેથી કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ પરત લઈશું : કે.પી.ઓલી

નેપાળના પૂર્વ વડાપ્રધાન અને મુખ્ય વિપક્ષ સંગઠન યૂએમએલના ચેરમેન કેપી શર્મા ઓલીએ કહ્યું કે અમે ભારત સાથે વાતચીત કરીને આ સ્થળોને પોતાના નામે કરવાનો પ્રયાસ કરીશું

કાઠમાંડુ : નેપાળના પૂર્વ વડાપ્રધાન અને મુખ્ય વિપક્ષ સંગઠન યૂએમએલના ચેરમેન કેપી શર્મા ઓલીએ શુક્રવારે સંકલ્પ લીધો કે જો તેમનો પક્ષ ફરી નેપાળમાં સત્તામાં આવ્યો તો તે વાતચીત દ્વારા કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ ભારત પાસેથી પરત લેશે.

ભારત અને નેપાળ વચ્ચે મે 2020માં વિવાદો વધ્યા હતા. બીજી તરફ ભારતમા નેપાળના દૂતાવાસે શનિવારે નેપાળના પૂર્વ વડાપ્રધાનના નિવેદન અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની 10મી સામાન્ય બેઠકના ઉદઘાટન સમયે ઓલીએ કહ્યું હતું કે અમે લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને સામેલ કરતા એક નક્શો જારી કર્યો હતો. જે રાષ્ટ્રના સંવિધાનમાં પણ પ્રકાશિત છે.

ઓલીએ કહ્યું કે અમે ભારત સાથે વાતચીત કરીને આ સૃથળોને પોતાના નામે કરવાનો પ્રયાસ કરીશું. અગાઉ પણ ઓલી ભારત અને નેપાળ સરહદના વિવાદને છેડી ચુક્યા છે. તેઓેએ ચીનના કહેવાથી પણ ભારત સાથે સંબંધો ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમણે ફરી નેપાળની જનતાને ભારતીય સરહદના સ્થળોને લઇને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે.

 

(5:43 pm IST)