Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

આજે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં દેશભરમાં ઉજવાય રહેલ આઝાદી કા અમૃત મહોત્‍સવનો મુદ્દો છવાયો

વડાપ્રધાને સુરક્ષાબળોના જવાનો શહિદવીરોને યાદ કરી સ્‍મરણાંજલી અર્પી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્રારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો સંબોધન છે. આજે આ કાર્યક્રમમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમૃત મહોત્સવથી પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે પંચાયતથી માંડીને સંસદ સુધી અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું 'ડિસેમ્બર મહીનામાં નેવી ડે (Navy Day) અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ ઉજવે છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બર 1971 ના યુદ્ધની સ્વર્ણિત જયંતિ વર્ષ દેશ ઉજવી રહ્યો છે. હું આ તમામ અવસરો પર દેશના સુરક્ષાબળોનું સ્મરણ કરું છું, આપણા વીરોનું સ્મરણ કરું છું.

મન કી બાત કાર્યક્રમમાં પીએમએ કહ્યું 'અમૃત મહોત્સવ સીખવાની સાથે જ આપણે દેશ માટે કંઇક કરવાની પણ પ્રેરણા આપે છે. હવે તો દેશભરમાં સામાન્ય લોકો અથવા સરકારો, પંચાયતથી માંડીને parliament સુધી, અમૃત મહોત્સવની ગૂંજ છે અને સતત આ મહોત્સવ સાથે જોડાયેલા કાર્યક્રમો સિલસિલો ચાલી રહ્યો છે. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં 24 ઓક્ટોબરના રોજ પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્વચ્છતા ભારત અભિયાન અને જમીનનું ડિજિટાઇજેશનને લઇને જોર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જે ડ્રોનની મદદથી પોતાના ગામડાંઓમાં  જમીનનું ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી રહ્યો છે.

(12:23 pm IST)