Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

પશ્વિમ બંગાળના નદિયા ગામ પાસે મૃતકોને અંતિમ વિસામે લઇને જતા વાહનને હડફેટે લેતા ૧૭ ના કરૂણ મોત

મૃતકોમાં ૧૦ પુરૂષ ૭ મહિલાનો સમાવેશ : ૪૦ લોકો વાહનમાં સવાર હતા જૈ પૈકી ર૩ને ઇજા થતા સારવાર માટે ખસેડાયા

નદિયા: પશ્વિમ બંગાળ ના નદિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. જોકે અહીં અંતિમ સંસ્કાર માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે. આ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગઇ છે જ્યારે 23 લોકોને ઇજા છે.

તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનેલા 40 લોકો એક વાહનમાં સવાર હતા. તે લાશને લઇને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા. ગત રાત્રે લગભગ 2 વાગે ટ્રકે તેમના વાહનને પાછળથી ટક્કર મારી, જેમાં 16 લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. બાકી ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. મૃતક લોકોમાં 10 પુરૂષ, 7 મહિલાઓ અને 6 વર્ષનો એક બાળક છે.

(11:55 am IST)