Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

કર્ણાટકની મેડિકલ કોલેજમાં સંક્રમિતોનો આંક ૨૮૧ થયો

ફ્રેશર્સ પાર્ટીએ કોરોનાને નોતરૃં આપ્યું : માત્ર ૬ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ દેખાયા છે અને બાકીનામાં કોરોનાના લક્ષણ નથી છતાં રિપોર્ટ પોઝિટિવ

બેંગાલુરુ, તા.૨૭ : કર્ણાટકની એસડીએમ મેડિકલ કોલેજમાં કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓનો આંકડો હવે ૨૮૧ પર પહોંચી ગયો છે. જોકે રાહતની વાત એ છે કે, આ પૈકીના માત્ર ૬ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ દેખાયા છે અને બાકીના લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ નથી.જોકે તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના વિસ્ફોટ થવાનુ કારણ કોલેજના વિદ્યાર્થીઓએ યોજાયેલી ફ્રેશર્સ પાર્ટી હોવાનુ ગઈકાલે બહાર આવ્યુ હતુ. સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. કોલેજ કેમ્પસમાં ભણનારા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાના વિદ્યાર્થીના કોરોના ટેસ્ટ થઈ યુકયા છે.સાથે સાથે ૩૦૦૦ જેટલા કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન આરોગ્ય વિભાગે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલી આપ્યા છે.જેથી ખબર પડે કે , કોરોનાનુ સંક્રમણ ફેલાવવા માટે નવો વેરિએ્ટ જવાબદાર છે કે કેમ...દરમિયાન વિદ્યાર્થીઓેને હોસ્ટેલ બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

ઓરિસ્સામાં પણ મેડિકલનો અભ્યાસ કરી રહેલા ૨૨ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

(10:20 am IST)