Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

જીવેમ શરદ: શતમ... અમેરિકા સ્થિત વિખ્યાત સાઉથ એશિયન કોમ્યુનિટી લીડર શ્રી દિલીપભાઈ ચૌહણ નો આવતીકાલે ૨૮ નવેમ્બરના રોજ જન્મદિવસ : દેશ - વિદેશમાંથી તેમના ઉપર વરસી રહેલો શુભેચ્છા ધોધ

દીપતિબેન જાની દ્વારા ન્યૂ જર્સી : યુ. એસ. સ્થિત સાઉથ એશિયન કોમ્યુનિટી લીડર શ્રી દિલીપભાઈ ચૌહાનનો જન્મદિવસ ૨૮ નવે. ના રોજ છે જે નિમિતે તેમના ઇમેઇલ Diliproc@gmail.com ઉપર જીવેમ શરદ: શતમ નો શુભેચ્છા ધોધ વરસી રહ્યો છે

શ્રી દિલીપભાઈ જ્યારે નાસાઉ કાઉન્ટી ન્યૂયોર્કના ડેપ્યુટી કોન્ટ્રોલર હતા ત્યારે ન્યૂયોર્ક સીટી મેયર તરીકે એરિક આદમને વિજયી બનાવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું

સાઉથ એશિયન કોમ્યુનિટીના પ્રખર સમર્થક તરીકે અધિકૃત ગણાતા મહાનુભાવોમાં તેમનું નામ અંકિત થયેલું હતું. સાઉથ એશિયન કોમ્યુનિટીના સમર્થક તરીકે તેમને અનેક લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. કોમ્યુનિટીના હિત માટે તેમને અનેક કોર્પોરેટ નોન પ્રોફિટ એકેડેમિક તથા સરકારી અધિકારી સમક્ષ વિશ્વસનીય રજૂઆતો કરી હતી

તેમણે નાસાઉ કાઉન્ટી કોન્ટ્રોલર જ્યોર્જ મેરેગોસન સિનિયર સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. 

શ્રી દિલીપભાઈના ઇમેઇલ diliproc@gmail.com ઉપર તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ તથા અભિનંદનની વર્ષા થઈ રહી છે

(10:09 pm IST)