Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કેનેડામાં ભારતીયોનો દબદબો : બ્રિટિશ કોલંબિયા સ્ટેટમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીઓમાં 9 પંજાબી ભારતીયો ચૂંટાઈ આવ્યા : જે પૈકી 4 ધારાસભ્યોને મિનિસ્ટ્રીમાં સ્થાન અપાયું

સરી : કેનેડામાં ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે. જે મુજબ તાજેતરમાં બ્રિટિશ કોલંબિયા સ્ટેટમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીઓમાં 9 પંજાબી ભારતીયો ચૂંટાઈ આવ્યા છે. જે પૈકી 4 ધારાસભ્યોને મિનિસ્ટ્રીમાં સ્થાન અપાયું છે.

રાજ્યમાં ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના હાથમાં સત્તાના સૂત્રો આવ્યા છે.જેના ચીફ મિનિસ્ટર જોન હોરગને કરેલી 20 કેબિનેટ મિનિસ્ટર તથા 4 રાજ્યકક્ષાના મિનિસ્ટરની નિમણૂકમાં સ્થાન મેળવનાર 4 પંજાબી ઈન્ડો કેનેડીયનમાં હેરી બેસ તથા રવિ કાહલો એ કેબિનેટ મિનિસ્ટર તરીકે સ્થાન મેળવ્યું છે.તથા સુશ્રી રચના સિંહ અને સુશ્રી નીક્કી શર્માને સંસદીય સચિવ તરીકે સ્થાન અપાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)