Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનનું સમગ્ર વિશ્વ સન્માન કરશે : તેઓ તમામ અમેરિકન નાગરિકોના પ્રેસિડન્ટ તરીકે કામગીરી બજાવશે : અમેરિકાના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ પુરવાર થશે : વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસનો ટ્વીટર સંદેશ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા 78 વર્ષીય જો બિડનની પ્રસંશા કરતા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા  સુશ્રી કમલા હેરિસે ટ્વીટર સંદેશમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ  જો બિડનનું  સન્માન કરશે.તેઓ તમામ અમેરિકન નાગરિકોના પ્રેસિડન્ટ તરીકે કામગીરી બજાવશે .તથા શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ પુરવાર થશે.

પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને ટ્વીટ કરતા જણાવ્યું હતું કે આપણે સહુ સંગઠિત થઈને કોવિદ -19 નો પ્રતિકાર કરશું.જે આપણું પ્રથમ પ્રાધાન્ય રહેશે.સાથોસાથ દેશનો સર્વાંગી વિકાસ કરીશું.

(7:27 pm IST)