Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

હવે પૂર્વાચલ એકસપ્રેસ-વે ઉપર પણ રફાલ ઉતરશે

૩૩૦૦ મીટર લાંબી એર સ્ટ્રીપ તૈયાર કરાઇ રહી છે

સુલતાનપુરઃ યુપીના પૂર્વાચલ એકસપ્રેસ-વે ઉપર અયોધ્યા- આંબેડકરનગર વચ્ચે ઢોઢવા ગામમાં ૩૩૦૦ મીટર લાંબી એર સ્ટ્રીપ બનાવાય રહી છે. યમુના એકસપ્રેસ અને આગ્રા એકસપ્રેસ બાદ હવે આ હાઇવે ઉપર પણ વાયુ સેનાના ફાયટર પ્લેન લેન્ડ કરશે. પૂર્વાચલ એકસપ્રેસ-વે ઉપર રફાલ પણ ઉતરી શકશે. બધુ બરાબર રહ્યુ તો અહીંથી આખી સ્કોડ્રન ઓપરેશન કરી શકશે. આ પ્રસ્તાવ ઉપર અંતિમ નિર્ણય એર સ્ટ્રીપ બન્યાના નિરીક્ષણ બાદ કરાશે. વાયુસેનાના અધિકારીઓએ જણાવેલ કે રફાલ માટે બીકેટી વાયુસેના સ્ટેશન તૈયાર કરી લેવાયું છે.

(3:23 pm IST)