Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

હવે સ્વદેશી સબમરિન ખરીદવાની તૈયારી : નૌસેના માટે 3.5 લાખ કરોડ ખર્ચશે સરકાર

મૂડીગત બજેટનો 70 ટકા હિસ્સો દેશમાંથી ખરીદી પર ખર્ચ

નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રીપદ નાયકે  જણાવ્યું કે, ભારતીય નૌસેના આગામી દસ વર્ષમાં શીપ અને સબમરીનની ખરીદીના 51 અબજ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયાથી વધુ)ના ઓર્ડર આપી શકે છે. તેઓએ ગોવા શિપયાર્ડ લિ. (GLL) અને મઝગાંલ ડાક શિપબિલ્ડર્સ લિ. (MDSL) માં સંભવિત વિષય પર ઉદ્યોગ મંડળ CII દ્વારા આયોજીત એક વીડિયો કોન્ફરન્સને સંબોધતી વખત આ વાત જણાવી હતી.

નાયકે કહ્યું કે, ભારતીય નૌસેનાના 60 ટકાથી વધુ મૂડીગત ખર્ચ માટે રાખવામાં આવ્યા છે. આ મૂડીગત બજેટનો 70 ટકા હિસ્સો દેશમાંથી ખરીદી પર ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે ગત પાંચ વર્ષમાં લગભગ 66,000 કરોડ રૂપિયાની ખરીદી સ્થાનિર સ્તરે કરવામાં આવી છે.

નાયકે કહ્યું કે, પાડોશી દેશો અને જિયો પોલિટિકલ સિચ્યુઅશનને જોતા સમુદ્રમાં દેશની સુરક્ષા મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આ કામમાં શિપયાર્ડની મહત્વની ભૂમિકા હશે. બોમ્બેમાં થયેલ 26/11નો હુમલો દરેકને યાદ હશે. આ હુમલાના આતંકી સમુદ્રના રસ્તે જ આવ્યા હતા. નાયકે કહ્યું કે, આપણો સમુદ્ર કિનારો ઘણો વિશાળ છે અને તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.

(3:01 pm IST)