Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

એકધારા ભાવ વધારા વચ્ચે નવેમ્બરમાં પેટ્રોલનો વપરાશ 4.5 ટકા વધ્યો : ડીઝલનો 7.4 ટકા ઘટ્યો

પેટ્રોલની વપરાશ 1939 ટીએમટી અને ડીઝલની વપરાશ 5106 ટીએમટી નોંધાઇ

નવી દિલ્હીઃ લોકડાઉન બાદ અનલોક લાગુ કરાયા બાદ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવાત દેશમાં ઇંધણના વપરાશમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે. કોરોના મહામારી દરમિયાન દેશમાં નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં વિરુદ્ધ વલણ દેખાયા છે. નવેમ્બર મહિનામાં પેટ્રોલની વપરાશમાં 4.5 ટકાનો વધારો થયો છે જ્યારે ડીઝલની વપરાશ 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા પુરા પડાયેલા આંકડાના આધારે આ અંતિમ આંકડો નક્કી કરવામાં આવ્યો છે.

ચાલુ નવેમ્બર મહિનામાં 26 તારીખ સુધી દેશમાં પેટ્રોલની વપરાશ 1939 ટીએમટી રહી છે ડીઝલની વપરાશ 5106 ટીએમટી નોંધાઇ છે. જ્યારે વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલની વપારશ અનુક્રમે 1855 ટીએમટી અને 5505 ટીએમટી રહી હતી.

પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ સાથે ઉપલબ્ધ ડેટાના આધારે, જે 2019ના સમાન સમયગાળાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં પેટ્રોલની વપરાશમાં 4.5. ટકા અને ડીઝલની વપરાશમાં 7.4 ટકાનો વધારો નોંધાયો હતો.

હાલ દેશમાં ઇંધણના ભાવ સતત 10 દિવસથી વધી રહ્યા છે. શનિવારે દિલ્હી ખાતે પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ ફરી 82 રૂપિયાને વટાવી ગયો છે. તેવી જ રીતે ડીઝલનો ભાવ પણ વધીને 72 રૂપિયા પ્રતિ લિટરની ઉપર જતો રહ્યો છે.

સરકારી ઓઇલ કંપનીના IOC અધિકારીએ કહ્યુ કે, સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનો ભાવ 97 પૈસા અને ડીઝલનો ભાવ 2.93 રૂપિયા વધ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ઇંધણના ભાવમાં કોઇ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હતો.

  અત્રે ઉલ્લેખિય છે કે, હાલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 50 ડોલર ભણી જઇ રહ્યા છે જેને પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.

(2:18 pm IST)