Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઓડિયો ક્લિપ મામલામાં બિહારમાં ભાજપ ધારાસભ્યએ લાલુ વિરુદ્ધ કરી એફ.આઈ.આર : કાનૂન પર ભરોસો છે ન્યાય મળશે

> આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ બિહારના પીરપંતીથી ભાજપના ધારાસભ્ય લલન પાસવાને તેની સામે એફઆઈઆર નોંધાવી છે. ધારાસભ્યએ કહ્યું, આરજેડીનું કાવતરું નિષ્ફળ ગયું. એક જાહેર સેવકને પ્રલોભન આપવું અને  સદનમાં અનુપસ્થિત હોવા માટે કરવું ખોટું છે.
(12:00 am IST)
  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • હિમાચલ પ્રદેશમાં માસ્ક નહીં પહેર્યો હોય તો વિના વોરંટ ધરપકડ થશે : હિમાચલ પ્રદેશમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિનાની નજરે પડશે તો વોરંટ વિના તેની ધરપકડ થશે અને તેમને જેલ સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. access_time 10:44 am IST