Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

કેન્દ્ર સરકારના વિભાગોમાં ૬.૮૩ લાખથી વધુ જગ્યાઓ ખાલી : લોકસભામાં જીતેન્દ્રસિંહનો જવાબ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવેલ કે તેમના અલગ અલગ વિભાગોમાં ૬.૮૩ લાખથી વધુ પદો ખાલી છે. કેન્દ્રીય રાજયમંત્રી જીતેન્દ્રસિહે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવેલ કે કેન્દ્ર સરકારમાં સ્વીકૃત પદોની સંખ્યા ૩૮,૦૨,૭૭૯ છે અને ૧ માર્ચ ૨૦૧૮ સુધી ૩૧,૧૮,૯૫૬ પદ ભરાયેલા હતા. એટલે ૬,૮૩,૮૨૩ કેન્દ્ર સરકારના વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે. તેમણે જણાવેલ કે ખાલી પદોને ભરવા માટે ભરતીની એક સતત પ્રક્રિયા છે. જયા સુધીમાં કોઈપણ વિભાગમાં ખાલી જગ્યાઓને ભરવામાં આવે છે ત્યાં સુધીમાં નવા પદો ખાલી થાય છે. જયારે કોઈ જગ્યા બે કે ત્રણ વર્ષથી વધુ સમય ખાલી રહે છે ત્યારે તેને સમાપ્ત મનાઈ છે. ીવભાગો દ્વારા ખાલી પદોની આપવામાં આવેલ માહિતીના આધારે સ્ટાફ સિલેકશન કમીટી (એસએસસી)એ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧,૦૮,૩૩૮ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

(4:07 pm IST)