Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ઈ-સિગારેટ ઉપર પ્રતિબંધ લોકસભામાં બિલ પસાર

ઉત્પાદન, આયાત, નિકાસ, ટ્રાન્સપોર્ટ, વેચાણ, ડિસ્ટ્રીબ્યૂશન, સ્ટોરેજ પર પ્રતિબંધ લાદવાની જોગવાઈ

મુંબઈ,તા.૨૮: ઈસિગારેટ પર પ્રતિબંધ સાથે જોડાયેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. તેમાં ઈસિગારેટના ઉત્પાદન, આયાત, નિકાસ, ટ્રાન્સપોર્ટ, વેચાણ, ડિસ્ટ્રીબ્યૂશન, સ્ટોરેજ અને વિજ્ઞાપન પર પ્રતિબંધ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. આપને બતાવી દઈએ કે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા પ્રોહિબિશન ઓફ ઈસિગારેટ ઓર્ડિનન્સ ૨૦૧૯ને ચકાસવામાં આવ્યું હતું. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સએ તેમાં સામાન્ય ફેરફારની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે લોકોને, ખાસ કરીને યુવાઓને ઈસિગારેટથી થનારા સ્વાસ્થ્ય સંબંધ ખતરાઓને ઉલ્લેખ કરતાં આ ઉત્પાદનો પર પ્રતિબંધ લુગાવવા માટે સપ્ટેમ્બર મહિનામાં વટહુકમ જાહેર કર્યો હતો. સરકાર તેની સાથે જ ઈહુકકાને પણ પ્રતિબંધિત કર્યા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાનું ઉલ્લંઘન કરતાં પહેલીવાર અપરાધના મામલામાં એક વર્ષ સુધી કેદ અથવા એક લાખ રૂપિયા સુધી દંડ અથવા બંને અને આગામી અપરાધ માટે ત્રણ વર્ષ કેદ અને પાંચ લાખ રૂપિયા સુધી દંડ અથવા બંને લાગુ થઈ શકે છે.

(1:22 pm IST)