Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

શિવસેના સાથે ગઠબંધન બાબતે સોનિયાએ પવારને કહ્યું હતું

શિવસેના સાથે સરકાર બનાવુ તો ઉપર જઇને ગાંધીજીને શું મોઢુ બતાવીશ

નવી દિલ્હી તા. ર૮ : મુંબઇના શિવાજી મેદાનમાં આજે સાંજે કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી બની રહેલી સરકારના વડા તરીકે ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદના શપથ લેશે પણ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે શરૂઆતના તબકકામાં સોનિયા ગાંધી શિવસેના સાથે કોઇપણ પ્રકારના ગઠબંધનના સખત વિરોધી હતા અને રાહુલ ગાંધી હજુ પણ આ બાબતે પૂર્ણ પણે સંમત નથી કદાચ એટલે જ તેમણે અત્યાર સુધી મહાવિકાસ અઘાડીના નેતા ચુંટાવા તથા મુખ્ય પ્રધાન પદ માટે નકકી થનાર ઉદ્ધવ ઠાકરને બુધવાર સાંજ સુધી અભિનંદન નથી આપ્યા અને એ પણ ચોખવટ નથી થઇ કે જે સરકારમાં કોંગ્રેસની એક તૃત્યાંશ ભાગીદારી છે તેની શપથ વિધીમાં રાહુલ અને સોનિયા સામેલ થશે કે નહીં. રાહુલની અસહજતા અને સોનિયાની અસમજસ છતા અહમદ પટેલ અને દિગ્વીજયસિંહ મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓ સાથે મળીને જે શતરંજ બીછાવી તેનાથી એ શકય બની શકયું જેનીકલ્પના વડાપ્રધાન મોદી અનેગૃહપ્રધાન અમિત શાહથી માંડીને સરસંઘ ચાલક મોહનભાગવતે પણ કયારેય નહી કરી હોય ભાજપના આના ભરોસે જ શિવસેનાને દબાવી રહ્યું હતું કે તેની પાસે કોઇ વિકલ્પ જનથી કેમ કે કદાચ શિવસેના હિન્દુત્વનો માર્ગ છોડીને એનસીપી કોંગ્રેસ સાથે જવા ઇચ્છે તો પણ કોંગ્રેસ તેના માટેકયારેય તૈયાર નહીં થાય પણ કોંગ્રેસના આ બન્ને રણનીતિકારોએ આ અશકયને શકય બનાવી દીધું.

કોંગ્રેસના વિશ્વાસપાત્ર સુત્રોનું માનવામાં આવે તો જયારે ચુંટણી પરિણામો અને ભાજપા-શિવસેનામાં ડખા શરૂ થયા પછી પહેલી વાર શરદ પવાર, સોનિયા ગાંધીને મળ્યા ત્યારે સોનિયાનો જવાબ હતો કે જો કોંગ્રેસે શિવસેનાને ટેકો આપીને સરકાર બનાવી તો હું ઉપર જઇને મહાત્મા ગાંધીનો સામનો કેમ કરીશ આ માહિતી આપનાર સૂત્રોએ જણાવ્યું કે ત્યાર પછી શરદ પવાર ચૂપ થઇ ગયા હતા.પછી તેમણે સોનિયાને સમજાવવાની કોશિષ કરી  અને ભાજપા અને મોદી-શાહની જોડી સામે વ્યવહારિક રણનીતીની જરૂર હોવાની વાત કરી પણ સોનિયાએ પોતાનો વિચાર નહોતો બદલ્યો.

તેમણે એટલું જરૂર કહ્યું કે મને આ બાબતે વધુ વિચારણા અને પક્ષમાં ચર્ચા કરવા સમય આપો એટલે જ જયારે શરદ પવાર સોનિયાના ઘેરથી નિકળ્યા તો તેમણે મીડીયા દ્વારા વારંવાર પુછવા છતા ફકત એટલુ જ કહ્યું કે સોનિયા સાથે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતી પર વાતચીત થઇ પણ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા બાબાતે કોઇ ચર્ચાનથી થઇ. શિવસેના સાથેગઠબંધન બાબતે સોનિયાનું આ વલણ કોંગ્રેસના કેટલાક એવા નેતાઓ સાથે ચર્ચાના કારણે હતું જેમને રાહુલના અંગત ગણવામાં આવે છે. જેના મુખ્યત્વે મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણું ગોપાલ અને સીનીયર નેતા ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા.

ઉપરાત કેરળના મોટાભાગના નેતાઓ શિવસેના સાથે જોડાવાનો એટલે પણ વિરોધ કરતા હતા કે આનુ નુકસાન તેમણે કેરળમાં થશે અને ડાબેરી મોરચો આને લાભ મેળવી જશે.

(11:32 am IST)